નવી દિલ્હી,
૪, એપ્રિલ ૨૦૧૮ના દિવસેજ જાહેર કરવામાં આવેલા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં ચોકાવનારા આંકડા સામે આવ્યા છે.
કેગના ૨૦૧૮ના રીપોર્ટ નંબર ચાર અનુસાર, સરકારના ૧૯ મંત્રાલયોમાં ક્યાંક અનાવશ્યક પૈસા વાપરવામાં આવ્યા છે, તો કેટલીક જગ્યાઓ પર નિયમ-કાયદાઓની ઐસી કી તૈસી કરીને ૧૧૭૯ કરોડ રુપિયાની નાણાંકીય ગેરરીતિઓ થઈ છે.
આ ઉપરાંત દેશના ૧૯ મંત્રાલયો અને તેમના હાથ નીચે રહેલી સંચાલિત સંસ્થાનોમાં નિયમ-કાયદાઓને અભરાઈ ઉપર ચડાવી દેવામાં આવ્યા છે.
ચાર એપ્રિલ ૨૦૧૮ના દિવસે સંસદમાં રજુ થયેલા આ રીપોર્ટ અનુસાર, ગેરરીતીઓ માર્ચ ૨૦૧૭ સુધી નાણાંકીય દસ્તાવેજાની ચકાસણી પછી પકડમાં આવી હતી.
આ મંત્રાલયોમાં કરાઈ સૌથી વધુ ગેરરીતિઓ
કેગના રિપોર્ટ મુજબ, સૌથી વધારે માનવ સંશાધન અને વિકાસ મંત્રાલયમાં નિયમોને અભેરાઈ પર ચડાવવાનો મામલો સામે આવ્યો છે. ત્યારબાદ વિદેશ મંત્રાલય, સુચના અને પ્રસારણ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, સંસ્કૃતિ, ગ્રાહક, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વગેરે મંત્રાલયોમાં પૈસાનુ મેનેજમેન્ટ, ખર્ચ સાથે જાડાયેલ હિસાબમાં ગડબડ જોવા મળી હતી.
દેશની સૌથી મોટી ઓડિટ એજન્સીએ જનરલ, સોશિયલ અને રેવન્યુ સેક્ટર સાથે જોડાયેલા ૪૬ મંત્રાલયો અને વિભાગોની ઓડિટ કરી છે, જેમાં કુલ ૧૯ મંત્રાલયોમાં છેતરપીંડીના ૭૮ મામલાઓ પકડમાં આવ્યા છે.
કેગનો રિપોર્ટ વાંચવા માટે ક્લિક કરો અહી..
