પીએમ નરેન્દ્ર મોદીએ પણ લોકસભા બાદ રાજ્યસભામાંથી બે કૃષિ બિલ પસાર થવાનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આનાથી આવનારા સમયમાં ટેક્નોલોજીમાં ખેડૂતોની પહોંચ સરળ બનશે. તેમણે ફરી એક વખત ભાર મૂક્યો હતો કે એમએસપીની સિસ્ટમ ચાલુ રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું, ‘ભારતના કૃષિ ઈતિહાસમાં આજે એક મોટો દિવસ છે. સંસદમાં બે મહત્વના બિલ પાસ થવા પર હું આપણા પરિશ્રમી અન્નદાતાઓને શુભેચ્છા આપુ છું. આ ન માત્ર કૃષિ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવશે, પરંતુ તેનાથી કરોડો કિસાન સશક્ત થશે.”
પીએમ મોદીએ અત્યંત આક્રમતાથી કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે એ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે કે MSP નહીં મળે, સરકાર ધાન નહીં ખરીદે, આ જૂઠ્ઠાણું છે અને ખેડૂતોને છેતરવાની વાતો છે. પીએમએ આ મામલે સ્પષ્ટ કર્યું હતું કે MSP દ્વારા ખેડૂતોને વાજબી ભાવો મળવાનું યથાવત રહેશે. પીએમ મોદીએ કહ્યું કે નીતીશ કુમાર પણ અહીં છે અને તેમણે આ બિલને ટેકો આપ્યો છે. નીતિશ જી બિહારમાંથી આ કાયદો હટાવી ચૂક્યા છે, હવે દેશ તેને આગળ ધપાવી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કેન્દ્રની નવી યોજનાઓ દ્વારા ખેડૂતના ખાતામાં એક લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઘણી યોજનાઓને પણ પૂર્ણ કરવામાં આવી છે. સિંચાઈ માટે અલગ યોજનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ ખેડૂતોને આહ્વાન કરતા જણાવ્યું કે આમના ચક્કરમાં ના પડે અને સતર્ક રહે, આ લોકો ખેડૂતોની રક્ષાનો ઢંઢેરો વગાડી રહ્યા છે. પરંતુ વચેટીયાઓનો સાથ આપી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
