ભાવનગર
ભાવનગરના ગારીયાધારમાં એક ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં પત્નીને ભગાડી જવાના મામલે યુવક અને તેના પિતા પર છરી વડે ઘાતકી હુમલો કરાયો હતો. યુવક અને તેના પિતાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફેતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં યુવાનનું રસ્તામાં મોત નીપજ્યું હતું. જયારે ગંભીર હાલતમાં પિતાની હાલત ગંભીર છે.
સાત માસ પહેલા આસિફ નામના યુવકની પત્નીને આસિફનો જ મિત્ર બીપીન ગોરધનભાઈ પ્રજાપતિ ભગાડીને લઇ જઈ અને લગ્ન કરી લીધા હતા. તેવી બાતમી મળતા બીપીન અને તેના પિતા પર આસિફે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.
બનાવના પગલે ગારીયાધારમાં પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જયારે આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
