Not Set/ IIFA 2018: રણબીર કપૂરની આ ફિલ્મને પણ મળ્યો એવોર્ડ

ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી(IIFA) એવોર્ડ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં શરુ થઇ ચુક્યા છે. અનીલ કપૂર, કરણ જોહર, શ્રદ્ધા કપૂર સહીત ઘણાં મોટા સ્ટાર્સ બેંગકોક પહોચી ગયા છે. આ વર્ષે IIFAના 19 વર્ષ પુરા થઇ રહ્યા છે. આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે ઘણું નવું કરવામાં આવી રહ્યું છે. આ વખતે એવોર્ડ ફંકશનમાં બોલીવૂડની સદાબહાર અભિનેત્રી રેખા પણ […]

Trending Entertainment

ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી(IIFA) એવોર્ડ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં શરુ થઇ ચુક્યા છે. અનીલ કપૂર, કરણ જોહર, શ્રદ્ધા કપૂર સહીત ઘણાં મોટા સ્ટાર્સ બેંગકોક પહોચી ગયા છે. આ વર્ષે IIFAના 19 વર્ષ પુરા થઇ રહ્યા છે. આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે ઘણું નવું કરવામાં આવી રહ્યું છે. આ વખતે એવોર્ડ ફંકશનમાં બોલીવૂડની સદાબહાર અભિનેત્રી રેખા પણ પરફોર્મ કરવાની છે.

વરુણ ધવન, શનિવારે બેંગકોકના એક મોલમાં ટન ટના ટન, બદ્રીનાથ કી દુલ્હનિયા અને પલટ જેવા ગીતો પર ફેન્સ સાથે ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં 10 વર્ષ બાદ IIFAનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં કલાકારો ધમાકેદાર પરફોર્મન્સ આપીને IIFAમાં ચાર ચાંદ લગાવવાના છે. ટીવીની ફેમસ અભિનેત્રી મૌની રોય IIFAમાં પહેલી વાર પરફોર્મ કરશે.

22 જુનથી IIFA એવોર્ડ શરુ થયો છે. આ ઇવેન્ટમાં પહેલા દિવસે આઈફા રોક્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં બોલીવૂડની મ્યુઝીક ઇંડસ્ટ્રીના ગાયકો અને કામ્પોઝર્સે પોતાના અવાજનો જાદુ ચલાવ્યો હતો.

પ્રીતમને ફિલ્મ જગ્ગા જાસૂસમાં બેકગ્રાઉન્ડ મ્યુઝીક માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. બેસ્ટ સિંગર માટેનો એવોર્ડ અરિજિત સિંહ અને મેઘના મિશ્રાને મળ્યો છે. અરિજિત સિંહને આ એવોર્ડ જબ હેરી મેટ સેજલના હવાયે ગીત માટે મળ્યો છે. 24 જુનની રાતે સિયામ નીરામિત થીયેટરમાં આ એવોર્ડની ઘોષણા કરવામાં આવી હતી.