Morbi Elderly Honeytrap Case : મોરબી શહેરમાં એક પ્રૌઢ વ્યક્તિ હનિટ્રેપ નો ભોગ બન્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વાડી માટે શ્રમિકની શોધમાં રહેલા પ્રૌઢ (Elderly)ને એક મહિલા સહિત કુલ 8 ઇસમોએ ગોઠવણપૂર્વક ફસાવીને કરોડોની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
શ્રમિકની શોધમાં રહેલા પ્રૌઢ (Elderly) ફસાયા
મળતી માહિતી મુજબ, પ્રૌઢ (Elderly)વ્યક્તિ પોતાની વાડી માટે મહિલા શ્રમિકની શોધમાં હતા. આ દરમિયાન પાંચાભાઈ નામના ઇસમે એક મહિલા શ્રમિક ઉપલબ્ધ કરાવવાની વાત કરી હતી. કથિત મહિલા શ્રમિકને પ્રૌઢના સંપર્કમાં લાવવામાં આવી હતી. બાદમાં મહિલા દ્વારા અશ્લીલ હરકતો કરી પ્રૌઢને ફસાવવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

અન્ય ઇસમોએ આવી ફોટો-વિડીયો શૂટ કર્યા
આ ઘટનાના સમયે અચાનક અન્ય ઇસમો ત્યાં પહોંચી આવ્યા હતા અને સમગ્ર ઘટનાના ફોટા તથા વીડિયો શૂટ કર્યા હતા. ત્યારબાદ આરોપીઓએ પ્રૌઢ (Elderly)ને દુષ્કર્મના ગંભીર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.
કુલ રૂ. 53.50 લાખનો મુદામાલ પડાવી લીધો
આરોપીઓએ ધમકી આપીને પ્રૌઢ પાસેથી 100-100 ગ્રામ વજનના ચાર સોનાના બિસ્કિટ, અંદાજે અઢી તોલાનો સોનાનો ચેઇન તેમજ રોકડ રકમ પડાવી લીધી હતી. સમગ્ર ઘટનામાં આરોપીઓએ કુલ મળીને રૂ. 53.50 લાખ જેટલો મુદામાલ પડાવી લીધો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પોલીસે 8 ઇસમો સામે ગુનો નોંધ્યો
પ્રૌઢ દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે મહિલા સહિત 8 ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: પોલીસી ઉતારવાના બહાને વીમા એજન્ટને બોલાવ્યો ઘરે…અને પછી કર્યુ આવુ કામ
આ પણ વાંચો: રાજકોટમાં હનિટ્રેપમાં થઈ હત્યા, યુવતી અને યુવકોએ વૃદ્ધની કરી હોવાનું પ્રાથમિક અનુમાન
આ પણ વાંચો: સિહોરનાં સણોસરા ગામનાં ખેડૂતને હનીટ્રેપમાં આ રીતે ફસાવાયા પછી ખેડૂત પત્નીએ એવું એક્શન લીધું કે…
