Kutch News : કચ્છમાં બુધવારે પાકિસ્તાન દ્વારા કરાયેલા હુમલાના નિષ્ફળ પ્રયાસ બાદ આજે (8મે)ના રોજ ભુજમાં ડ્રોન હુમલો થવાની આશંકા છે. કચ્છમાં ત્રણ ડ્રોન દેખાયા હોવાની આશંકાના પગલે ભુજ, નલિયા, નખત્રાણા અને ખાવડામાં બ્લેકઆઉટ કરી દેવાયો છે.બુધવારે પણ કચ્છ પર પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતે એર ડિફેન્સ સિસ્ટમથી હુમલાને નિષ્ફળ બનાવી દીધો હતો.
ગુરુવારે(8 મે) વહેલી સવારે ભારતે પાકિસ્તાનની વાયુ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો હતો. સંરક્ષણ મંત્રાલયે બપોરે 2:30 વાગ્યે આ કાર્યવાહીની માહિતી આપી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું, ‘7 મેની રાત્રે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતનાં શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેમાં ભુજ, અવંતિપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈમાં ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવ્યાં હતાં. કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક ખાવડા પાસે ધ્રોબાણા ગામમાં એક શંકાસ્પદ ડ્રોનને તોડી પડાયું હતું. આ ઘટના સવારે 6 વાગ્યા પહેલાં બની હતી.
કચ્છ-પાકિસ્તાન સરહદ પર તણાવ વધતાં કચ્છના નારાયણ સરોવર, જખૌ અને લખપતના દરિયાઈ વિસ્તારમાં અનિશ્ચિતકાળ માટે માછીમારી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તો સોમનાથ મંદિરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે અને દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે.કચ્છના જખૌ, નારાયણ સરોવર અને લખપતના દરિયામાં માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
કચ્છ જિલ્લાના 3 મત્સ્ય બંદર અને ઉતરાણ કેન્દ્ર નારાયણ સરોવર, જખૌ અને લખપતના દરિયાઈ વિસ્તારમાં માછીમારો દ્વારા થતી તમામ પ્રકારની માછીમારી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી આગામી આદેશ ન મળે ત્યાં સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પાકિસ્તાનનો હુમલો અને ભારતના જવાબને 2 મુદ્દામાં સમજોભારતીય સેનાએ પહેલાંથી જ બોર્ડર પર રશિયા પાસેથી મળેલી S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમને તહેનાત કરી રાખી છે, જેવો જ કોઈ મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો. આ સિસ્ટમને એક્ટિવ કરી દેવામાં આવી
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આજે સવારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવવા માટે હેરપા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ભારતની કાર્યવાહી પાકિસ્તાન જેટલી જ ઝડપે અને એ જ વિસ્તારમાં કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે લાહોર, સિયાલકોટ, કરાચીમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીઓનો નાશ કરવામાં આવ્યો હતો.
ભારતે લાહોર સ્થિત વાયુ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો. આ દરમિયાન પાકિસ્તાન નિયંત્રણ રેખા (LoC) પર ગોળીબાર કરી રહ્યું છે. આમાં જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંધાર અને રાજૌરી સેક્ટરમાં મોર્ટાર શેલિંગ અને ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.એરફોર્સ તપાસ કરી રહ્યું છે: પશ્ચિમ કચ્છ એસપી ભાસ્કરે આ મામલે પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ખાવડા નજીક કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવતાં પોલીસ તરત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એનો કબજો એરફોર્સ વિભાગને સોંપવામાં આવ્યો છે.
આ અંગે આગળની તપાસ એરફોર્સ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં બીએસએફ પણ સામેલ છે.યુદ્ધની સંભવિત સ્થિતિ વચ્ચે કચ્છી લેઉવા પટેલ સમાજ આગળ આવ્યો છે. જો આવી કોઈ સ્થિતિ ઊભી થાય તો કચ્છી લેઉવા પટેલ સમાજ ભુજ પ્રેરિત અને કચ્છી લેઉવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ ભુજ સંચાલિત MMPJ હોસ્પિટલ અને કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જે બન્ને મળીને કુલ 400 બેડની હોસ્પિટલ છે, જેમાં જરૂર ઊભી થાય તો ઘાયલ સૈનિકો અને ઘાયલ કચ્છીઓની થતી શક્ય તમામ સારવાર અને સર્જરી વિનામૂલ્યે કરવામાં આવશે તેમજ આ સમયગાળામાં 50 બેડ રિઝર્વ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:‘ઓપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાનમાં ભયનો માહોલ, ઘણા શહેરોમાંથી વિસ્ફોટના સમાચાર આવ્યા
આ પણ વાંચો:સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહનું મોટું નિવેદન, કહ્યું- “પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન હજુ પણ યથાવત્”
