@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં ટીવાય- સેમેસ્ટર-3ની પરિક્ષાના પ્રથમ દિવસે જ વઢવાણની એમ.પી.વોરા કોલેજમાં બલાલ થઇ હતી. રીસીપ્ટમાં પરિક્ષાનો સમય સવારે 10.30 લખ્યો હતો. જયારે વિદ્યાર્થીઓ કોલેજ પહોચ્યા તો સંચાલકોએ કહ્યુ કે તમારી પરિક્ષા બપોરે 3.30 વાગે છે. આથી વિદ્યાર્થીઓ સંચાલકની ચેમ્બરમાં ઘૂસી ગયા હતા. અને દેકારો મચાવ્યો હતો. બાદમાં સંચાલકોને પોતાની ભુલ સમજાયા બાદ પરિક્ષા ચાલુ કરવામાં આવી હતી.
કોરોનાની વિકટ સ્થિતિમાં અભ્યાસ કરતા ટીવાય સેમીસ્ટર-3માં એક્ષટર્નલ અને એટીકેટી સહિતના સોલ્વ માટેની સોમવારથી પરિક્ષાનો પ્રારંભ થયો હતો.જેમાં એક્ષટર્નલ વિદ્યાર્થીઓની સવારે 10.30 વાગે પરિક્ષા હતી. અને તેમની રીસીપ્ટમાં પણ આ જ ટાઇમ લખ્યો હતો. શહેરના અન્ય પરિક્ષા કેન્દ્રોમાં સમયસર પરિક્ષા ચાલુ થઇ ગઇ હતી. પરંતુ વઢવાણમાં આવેલી એમ.પી.વોરા કોલેજમાં સવારે જયારે પરિક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ પહોચ્યા ત્યારે કોલેજ સંચાલકોએ કહ્યુ કે તમારી પરીક્ષા અત્યારે નથી. અત્યારે એટીકેટી વાળાની છે. તમારૂ પેપર બપોરે 3.30 વાગે છે.
રીસીપ્ટમાં લખેલા સમયે પેપર ન લેવાતા બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓએ દેકારો મચાવ્યો હતો કે રીસીપ્ટમાં સમય લખ્યો છે છતા પેપર કેમ નથી લેતા. આથી કોલેજના સંચાલકોએ મામલો થાળે પાડવા માટે પરિક્ષા લેવામાં આવી હતી. આ બાબતે કોલેજના પ્રિન્સિપાલ ગોપાલભાઇ દવેએ જણાવ્યુ કે, સમય ચકાસવાની બાબતમાં અમારી ભુલ થઇ હતી. આથી વિદ્યાર્થીઓને બપોરે આવવાનું કહ્યુ હતુ. આ બાબતની ખરાઇ કરવા માટે યુનિર્વસીટીમાં ફોન કર્યો હતો. અમારી પાસે પેપર આવી ગયા હતા. આથી વિદ્યાર્થીઓને બેસાડી પરિક્ષા સમયસર ચાલુ કરી દીધી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
