Not Set/ નવા વર્ષે કરવો પડશે નવા નિયમોનો અમલ, સપ્તાહમાં હવે માત્ર ચાર દિવસ કામ કરવું પડશે, જાણો કેમ ?

નવા વર્ષે કરવો પડષે  નવા નિયમોનો અમલ, સપ્તાહમાં હવે માત્ર ચાર દિવસ કામ

India Trending

એક એપ્રિલથી નવું નાણાંકીય વર્ષ શરૂ થવા જઇ રહ્યું છે. તેને લઇને કેટલાક લોકોએ અત્યારથી જ તેની પાછળના કામની શરૂઆત કરી દીધી છે. એક એપ્રિલથી ઘણાં નિયમમાં ફેરફાર થવાનો છે તેવામાં કેટલાક નિયમો જાણવા પણ જરૂરી છે અને તેનો યોગ્ય અમલ થઇ રહ્યો છે કે નહીં તે પણ જાણવું જરૂરી છે.

સપ્તાહમાં હવે માત્ર ચાર દિવસ કામ

હવે  અઠવાડિયામાં ત્રણ દિવસ રજા રહેશે.

આગામી પહેલી એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ રહી છે અને આ સાથે જ નવા નાણાકીય વર્ષમાં કી નિયમો અને કાયદામાં પણ ફેરફાર આવી શકે છે. તેમાં સૌથી મોટો ફેરફાર કર્મચારીઓના કામના કલાકોમાં આવી શકે છે. એક અહેવાલ પ્રમાણે નવા નાણાકીય વર્ષથી વર્કિંગ અવર્સ 12 કલાક થઈ શકે છે. સાથે જ કર્મચારીઓની ગ્રેચ્યુઇટી અને પ્રોવિડન્ટ ફંડમાં પણ વધારો થઈ શકે છે. જો કે, એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે, કર્મચારીઓના કામના કલાકો ભલે 12 થાય પણ સામે સપ્તાહમાં માત્ર 4 જ દિવસ કામ કરવાનું રહેશે.

તાતને માથે ઘાત / રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, કમોસમી વરસાદ અને કરા પડવાની વકી

  • 1 એપ્રિલથી નવો કાયદો લાગુ થઈ શકે
  • કર્મચારીઓ પરથી કામનું ભારણ ઓછું થશે
  • નવા નિયમથી ખાનગી કંપનીઓને પણ થશે અસર

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સંસદમાં 3 વેતન કોડ બિલ પાસ થયા હતા. આ ત્રણેય કાયદા પહેલી એપ્રિલથી લાગુ થઈ શકે છે. જો આવું થશે તો કર્મચારીઓના હાથમાં આવતા પૈસા ઘટી જશે. સાથે જ તેની અસર કર્મચારીઓ અને નોકરીદાતા પર પણ પડશે. આ નવા નિયમોથી ખાનગી કંપનીઓની બેલેન્સ શીટ પણ પ્રભાવિત થશે.

મક્કમતાથી આગળ વધતું APP / ગાંધીનગર મનપાની ચૂંટણીમાં તમામ બેઠક પર ચૂંટણી લડશે

નવા વેજ કાયદાથી થશે શું થશે ફેરફાર

– હવે કુલ સેલેરીના મહત્તમ 50 ટકા જ ભથ્થાં રહેશે.

-આઝાદી પછી પહેલીવા શ્રમ કાયદામાં થશે ફેરફાર

– નવા કાયદાથી શ્રમિક અને માલિક બંનેને ફાયાદાનો દાવો

– હવે મૂળ વેતન કુલ વેતનના 50 ટકા કે વધારે હોવું જોઈએ

– કર્મચારીઓના સેલેરી સ્ટ્રક્ચરમાં ફેરફાર આવી જશે

– પ્રોવિડન્ટ ફંડ મૂળ વેતન પર આધારીત, હવે વેતન વધસે

– નવા ડ્રાફ્ટ કાયદામાં મહત્તમ 12 કલાક સુધી કામ કરવાનો પ્રસ્તાવ છે.

-સૂચિત ડર નિયમો પ્રમાણે કોઈ પણ કર્મચારી પાસે સતત 5 કલાકથી વધારે કામ કરાવવું પ્રતિબંધિત કરાયું છે.