VADODRA NEWS/ લ્યો બોલો સરકારના આદેશનો અનાદર! વંદે માતરમ@150 કાર્યક્રમમાં સરકારી કચેરીના કર્મચારીઓની ગંભીર બેદરકારી આવી સામે

આજે સવારે 10:00 થી સવારે 10:30 વાગ્યા સુધી, તમામ સરકારી કચેરીઓ અને શાળાઓ અને કોલેજોમાં વંદે માતરમ ગાન અને શપથવિધિ સમારોહ યોજાયો હતો, પરંતુ શિનોર તાલુકા પંચાયતમાં આવો કોઈ કાર્યક્રમ યોજાયો ન હતો.

Top Stories Gujarat Breaking News

Vadodra News: આજે ગુજરાત સહિત દેશભરમાં રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. સરકારી કચેરીઓમાં મોટા પાયે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ગેરહાજર રહ્યા, જાણે કંઈ બન્યું જ ન હોય. ટીડીઓની કચેરી પણ બંધ રહી.

આજે રાજ્યભરમાં વંદે માતરમ @150 ની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકારે દરેક સરકારી કચેરીમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવાનો આદેશ આપ્યો હતો અને આ પ્રસંગે ઓફિસના સમયમાં પણ ફેરફાર કર્યો હતો. જોકે,શિનોર તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓએ સરકારી આદેશનું ઉલ્લંઘન કર્યું હતું.

આજે સવારે 10:00 થી સવારે 10:30 વાગ્યા સુધી, તમામ સરકારી કચેરીઓ (Government offices) અને શાળાઓ અને કોલેજોમાં વંદે માતરમ ગાન અને શપથવિધિ સમારોહ યોજાયો હતો, પરંતુ શિનોર તાલુકા પંચાયતમાં આવો કોઈ કાર્યક્રમ યોજાયો ન હતો.

શિનોર તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ (Employees) ગેરહાજર જોવા મળ્યા હતા અને તેમણે સરકારી પરિપત્રનો અનાદર કર્યો હતો. તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ પણ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યો હતો. પરિણામે, ટીડીઓ કચેરી તાળાબંધ રહી.

શિનોર તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ સવારે 9:30 વાગ્યા સુધી પણ પહોંચ્યા ન હતા. અધિકારીઓ અને કર્મચારીઓ હળવા મૂડમાં હોય તેવું લાગતું હતું. શિનોર તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓ સહિત કુલ 12 કર્મચારીઓ છે, અને સવારે 9:30 વાગ્યા હોવા છતાં, એક પણ કર્મચારી કચેરીમાં હાજર નહોતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે આજે દિલ્હીમાં એક ભવ્ય કાર્યક્રમ,PM મોદી કરશે ઉદ્ઘાટન

આ પણ વાંચો:ગુજરાતમાં વંદે માતરમ @150ની ઉજવણી, આજે સરકારી કચેરીઓનો સમય બદલાયો

આ પણ વાંચો:મેરેન્ગો CIMS હોસ્પિટલે પ્રથમ CAR-T સેલ થેરાપી સાથે કેન્સર સંભાળમાં સીમાચિહ્ન હાંસલ કર્યું