પાકિસ્તાન સામે મેચ હોય અને ગુજરાતી પર્ફોર્મ ન કરે તેવું ભાગ્યે જ બને છે. ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચમાં ગુજરાતી બોલિંગ ત્રિપુટી બુમરા, હાર્દિક પટેલ અને અક્ષર પટેલે બે-બે વિકેટ ઝડપીને પાક.ના છક્કા છોડાવી દીધા અને તેને રીતસર ધ્વસ્ત કરી નાખ્યુ. આ જ રીતે આણંદના જ વતની અને હાલમાં અમેરિકાના રહેવાસી થયેલા મોનાંક પટેલે (Monank Patel) 2024માં અમેરિકા તરફથી રમતા પાક.ના છક્કા છોડાવી દઈને પરાસ્ત કર્યુ હતુ. આ વખતે પણ તે વર્લ્ડ કપ રમવા ઉતરેલી અમેરિકાની ટીમનો કેપ્ટન છે. અમેરિકાની ટીમ બે મેચ જીતી ચૂકી છે અને જો તે ત્રીજી મેચ જીતવામાં સફળ રહી તો સુપર-8માં એન્ટ્રી કરી શકે છે.

ગુજરાતનો આ પનોતો પુત્ર આણંદનો મોનંક પટેલ(Monank Patel), આજે યુએસ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. 1 મે, 1993 ના રોજ ગુજરાતના આણંદમાં જન્મેલા, મોનંકે ગુજરાત માટે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તે ગુજરાતની અંડર-16 અને અંડર-19 ટીમો માટે રમ્યો છે.

મોનાંક પટેલ (Monank Patel)2016માં કાયમી ધોરણે યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાયી થયો અને ન્યુ જર્સીમાં રહ્યો. બે વર્ષની સખત મહેનત પછી, તેણે 2018 માં યુએસ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવ્યું. ત્યારથી, તેની ક્રિકેટ કારકિર્દીમાં ઘણા મહત્વપૂર્ણ સીમાચિહ્નો જોવા મળ્યા છે. આણંદની શેરીઓમાં રમીને મોટો થયેલો ગુજરાતનો પુત્ર હવે યુએસ ટીમનો કેપ્ટન છે, જે દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે.

ગુજરાતમાં ક્રિકેટ કારકિર્દી શરૂ કરનાર મોનાંક (Monank Patel)હવે યુએસ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. એક સમય હતો જ્યારે તેણે રેસ્ટોરન્ટ વ્યવસાયમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું. તેણે યુએસમાં એક ચાઇનીઝ રેસ્ટોરન્ટ પણ ખોલ્યું. લગભગ બે વર્ષ સુધી, તેણે દિવસમાં 10-12 કલાક કામ કર્યું, પરંતુ વ્યવસાયમાં ખાસ નફો થયો નહીં. તેથી, તે કંટાળી ગયો અને તેણે રેસ્ટોરન્ટ વેચવાનું નક્કી કર્યું.
તેના પછી તેણે (Monank Patel)ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું, અને સમય જતાં, તેને અમેરિકાની રાષ્ટ્રીય ટીમ માટે રમવાની તક મળી. તે પછી, તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. તેની કેપ્ટનશીપ હેઠળ, યુએસએ 2024ના T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન જેવી મોટી ટીમને હરાવીને દુનિયામાં ચકચાર મચાવી દીધી હતી. પાકિસ્તાન સામેની આ ઐતિહાસિક મેચમાં, મોનકે ફિફ્ટી ફટકારી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો.
આ પણ વાંચોઃ ટી-20 વર્લ્ડ કપઃ મહાશિવરાત્રિએ ઇશાનના રનના તાંડવ અને ગુજરાતીઓની શાનદાર બોલિંગથી ભારત સામે પાક. ધરાશાયી
આ પણ વાંચોઃ ACC મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 ભારતે પાક.ને હરાવ્યું
આ પણ વાંચોઃ ભારત-પાકિસ્તાન મહામુકાબલામાં વરસાદનો ખતરો, મેચ ધોવાય તો બંને ટીમો સુપર 8 માં
