Not Set/ રોહિત શર્મા બન્યા પિતા, રીતિકા સજ્દેહે આપ્યો સુંદર દીકરીને જન્મ

રોહિત શર્મા અને તેમની પત્ની રીતિકા સજ્દેહે સુંદર દીકરીને જન્મમાં આપ્યો છે. રવિવારે ભારતીય ક્રિકેટર રોહિત શર્માના પરિવારમાં એક નવા મહેમાનનું આગમન થઇ ગયું છે. રીતિકાની પિત્રાઈ બહેન સીમા ખાને ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં ‘ બેબી ગર્લ , માસી અગેઇન ‘ નું કેપ્શન સાથે રીતિકા સાથેનો ફોટો મુક્યો હતો. તમને જણાવી દઈએ કે રોહિત અને રીતિકાએ પ્રેગ્નન્સીના […]

Top Stories India Trending Sports

રોહિત શર્મા અને તેમની પત્ની રીતિકા સજ્દેહે સુંદર દીકરીને જન્મમાં આપ્યો છે. રવિવારે ભારતીય ક્રિકેટર રોહિત શર્માના પરિવારમાં એક નવા મહેમાનનું આગમન થઇ ગયું છે.

રીતિકાની પિત્રાઈ બહેન સીમા ખાને ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં ‘ બેબી ગર્લ , માસી અગેઇન ‘ નું કેપ્શન સાથે રીતિકા સાથેનો ફોટો મુક્યો હતો.

Image result for rohit sharma with his wife

તમને જણાવી દઈએ કે રોહિત અને રીતિકાએ પ્રેગ્નન્સીના સમાચાર દુનિયાથી છુપાવ્યા હતા પરંતુ હાલમાં જ ક્રિકેટરે જાહરે કર્યું હતું કે તેઓ પિતા બનવા જઈ રહ્યા છે.

Image result for rohit sharma with his wife

રોહિતે ઓસ્ટ્રેલીયાના કેપ્ટન ક્લાર્ક સાથે વાતચીત  દરમ્યાન કહ્યું હતું કે હું પિતા બનવા માટેની રાહ નથી જોઈ શકતો. પિતા બનવાની મુવમેન્ટ મારી આખી જિંદગીની ગેમ બદલી દેશે. આ મુવમેન્ટની હું ઘણી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છુ.

વધુમાં તેમણે કહ્યું હતું કે જયારે મારા ટીમ મેમ્બરને ખબર પડી કે હું પિતા બનવાનો છુ ત્યારે તે લોકો મારી સામે હસતા હતા કે તું પિતા બનવા જઈ રહ્યો છે ?

ક્રિકેટર રોહિત શર્માની આતુરતાનો અંત આવ્યો છે અને તેમને ઘરે સુંદર દીકરીનો જન્મ થયો છે.