બનાસકાંઠામા માંની મમતાને લાંછન તેવી ઘટના સામે આવી છે. જી હા બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એક નવજાત જીવિત શિશુ મળી આવ્યું છે આપણે જણાવી દઈએ કે એક યુવતી શિશુને મૂકી ફરાર થઇ ગઈ છે. આજે હોસ્પિટલના યુનિફ્રોમસાથે આવી હતી તેમજ શિશુ મુંકી ફરાર થઇ ગઈ હતી. આજુબાજુના લોકોનું કહેવું છે કે તડાવ ગામના તળાવના ખાડામાંથી શિશુ મુકાયુ હતું. જેને જોઇને ગામના સ્થાનિકો દ્વારા પોલીસને કરાઈ જાણ કરી હતી જેના પછી આ સમગ્ર ઘટના સામે આવી હતી. અને આ નવજાત શિશુને તત્કાલ હોસ્પિટલમાં કરાયુ એડમિટ કરાયું હતું.

આવીજ એક ઘટના વલસાડમા પણ બની છે જ્યાં ઝાડી ઝાંખરામાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું. આપણે જણાવી દઈએ આ ઘટના
વલસાડ ધરમપુર રોડ પર બોદલાઈ ગામ નજીકની છે જ્યાં 3થી 5 મહિનાના નવજાત છોકરો ત્યજેલી હાલતમાં મળી આવ્યો છે. નવજાત છોકરો ત્યજેલી હાલતમાં મળતા ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસની દેખરેખમાં બાળક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું છે. તેમજ બાળકના વાલી વારસને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:બનાસકાંઠાના અંબાજીમાં સગીરા પર છ નરાધમોએ આચર્યુ દુષ્કર્મ
