Banaskantha News/ બનાસકાંઠામાં યુવકનું મોત નિપજતા સિવિલમાં હોબાળો

પાલનપુરના અસમાપુરાના યુવકનું મોત નિપજ્યું

Top Stories Gujarat Others

Banaskantha News : બનાસકાંઠામાં યુવકનું મોત નીપજતા સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચ્યો હતો. પાલનપુરના અસમાપુરાના યુવકનું મોત નીપજતા મામલો બચક્યો હતો.આ બનાવની વિગત મુજબ થુકવા જેવી નજીવી બાબતે યુવકો વચ્ચે બબાલ થઈ હતી. જેને પગલે અલીગઢ ગામના એક શખ્સે 21 ઓક્ટોબરના રોજ અસમાપુરાના યુવકને માથામાં પાઈપ મારી હતી. આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.

તપાસમાં યુવકનું નામ જીગર વાઘેલા હોવાનું બહાર આવ્યું હતું.  જીગર વાઘેલાને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. ત્યારબાદ યુવકને માવજત હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બીજીતરફયુવકના મોત બાદ તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. બીજીતરફ ઉશ્કેરાયેલા સમાજના લોકોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા પોલીસ હરકતમાં આવી હતી.

બનાવને પગલે સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો, હિન્દુ સંગઠ્ઠન અને ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.તેમણે તાત્કાલિક આરોપીઓને ઝડપી લેવાની માંગણી કરી હતી. દરમિયાન DYSP સહિત પોલીસ અધિકારીઓ સિવિલ પહોંચ્યા હતા અને પરિસ્થિતી થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃઆણંદમાં જાહેરમાં પ્રતિબંધિત ફટાકડા ફોડતા ફાયરકર્મીઓનો વીડિયો વાયરલ

આ પણ વાંચોઃવિદ્યાર્થીનીઓને અપાઈ તાલિબાની સજા, શિક્ષકની કરતૂતનો વીડિયો વાયરલ

આ પણ વાંચોઃબાળક માટે બન્યો દેવદૂત! ગળામાંથી ચિકનનું હાડકું કાઢી બચાવ્યો જીવ, જુઓ વીડિયોમાં