Banaskantha News/ બનાસકાંઠામાં ત્રણ કિ.મી.નો માર્ગ ત્રણ વર્ષ કરતાં વધુ વર્ષથી ન બનતા ગ્રામજનો ઉગ્ર

બનાસકાંઠા જિલ્લાના વડું મથક પાલનપુરના વેડંચાથી ગાદલવાડ ગામને જોડતા ત્રણ કિલોમીટરનો માર્ગ બનાવવા માટે ગ્રામજનોની વર્ષોની માંગણી તંત્ર દ્વારા સંતોષવામાં ના આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે

Top Stories Gujarat Others

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના વડું મથક પાલનપુરના વેડંચાથી ગાદલવાડ ગામને જોડતા ત્રણ કિલોમીટરનો માર્ગ બનાવવા માટે ગ્રામજનોની વર્ષોની માંગણી તંત્ર દ્વારા સંતોષવામાં ના આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. વેડંચાથી ગાદલવડાના આ માર્ગ ઉપર 150થી વધુ ખેડૂતોના ખેતરો અને ફાર્મ હાઉસ આવેલા છે જોકે છેલ્લા કેટલાય વર્ષોથી પાકો રોડ ના બનતા ચોમાસામાં અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યં છે.

જોકે ગ્રામજનોના બાળકોને શાળાએ જવા અને પશુપાલકોને દૂધ લઈને દૂધ મંડળીએ જવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડે છે જેને લઈને ગ્રામજનોએ ધારાસભ્ય સહીત તંત્રના અધિકારીઓને અનેકવાર રજુઆત કરી છે, પરંતુ રોડ બનાવવા માટેની કોઈ કામગીરીના થતાં ગ્રામજનો દ્વારા હવે સત્વરે રોડ બનાવવાની માંગ કરી છે.

પાલનપુર તાલુકાના વેડંચા ગામથી ગાદલવાડા ગામને જોડતો ત્રણ કિલોમીટરનો જે માર્ગ છે તે કાચો માર્ગ છે અને અહીં 150 થી પણ વધારે ખેડૂતો અને પશુપાલકો પોતાના ખેતરોમાં વસવાટ પણ કરે છે જોકે બાજુમાં જ આવેલા ગાદલવાડા ગામમાંથી ભાવીસણા થઈ અને બીજા અન્ય કેટલાય ગામોમાં જવા માટેનો માર્ગ છે પરંતુ ગ્રામજનો દ્વારા અનેકવારની રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ માર્ગ જે છે તેનો પાકો માર્ગ બનાવવા માટેની કોઈ જ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી જેને લઇ અને ચોમાસા દરમિયાન અહીંયા કાચા માર્ગ ઉપર પાણી ભરાઈ જાય છે અને કીચડ થઈ જાય છે જેને લઈ અને અહીંથી પશુપાલકોને પોતાનું દૂધ ડેરી આપવા માટે જવામાં પણ ભારે મુશ્કેલી પડે છે અને કેટલીક વાર પોતાનું દૂધ ઘરે રાખવું પડે છે અથવા તો છ થી સાત કિલોમીટર ફરી અને ભાવિશણા થઈ અને જવું પડે છે.

તો બીજી બાજુ ખેતરોમાં રહેતા જે પરિવારો છે તેમના બાળકો છે તેમને શાળાએ જવા પણ ચોમાસામાં ભારે તકલીફ પડે છે અને અભ્યાસ પણ બગડે છે જેને લઇ અને ગ્રામજનો દ્વારા હવે આ માર્ગ છે તેને તાત્કાલિક ધોરણે પાકો રોડ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

જોકે ગ્રામજનોનું કહેવું છે કે આ રોડને પાકો રોડ બનાવવા માટે અનેકવાર ધારાસભ્ય ની ઓફિસે જઈ અને રજૂઆત કરી છે અને તંત્રને પણ રજૂઆત કરી છે ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કયા કારણોસર આ માર્ગને પાકો બનાવવામાં આવતો નથી તે એક મોટો પ્રશ્ન છે અને જો આ રોડને પાકો બનાવવામાં પાલનપુરના ધારાસભ્ય અંગત રસ દાખવે તો વેડંચા થી ગાદલવાડાને જોડતો આ ત્રણ કિલોમીટરનો જે રોડ છે તે તાત્કાલિક ધોરણે બની શકે તેમ છે.

મહત્વની વાત એ છે કે, વેડંચા ગામમાં સરકારી દવાખાનું આવેલું છે અને ગાદલવાડા ગામ ત્યાંથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે, એટલે કે કેટલીય વાર ગાદલવાડા ગામના લોકો અહીંયા સારવાર માટે પણ આવતા હોય છે, પરંતુ ચોમાસા દરમિયાન રસ્તા ઉપર પાણી ભરાઈ જતા અને કીચડ થતા અહીંથી ચાલવું મુશ્કેલ બન્યું છે જોકે ગ્રામજનોનું કહેવું છે કે, સરપંચને પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ કયા કારણોસર આ રોડ બનતો નથી તે જોવું રહ્યું પરંતુ હાલમાં તો ગ્રામજનોની એક જ માંગ છે કે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગ બનાવવામાં આવે તો ગ્રામજનોને મુશ્કેલી દૂર થાય તેવી પરિસ્થિતિ છે, તો બીજી બાજુ સરકારની એક યોજના પણ છે. એક ગામથી બીજા ગામને જોડતા માર્ગ બનાવવાની પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી વેડંચાના ગ્રામજનો આ ત્રણ કિલોમીટર નો માર્ગ ના બનતા મુશ્કેલી ભોગવી રહ્યા છે અને વેડંચા ગામમાં વિકાસની આ વરવી વાસ્તવિકતા જોવા મળી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બનાસકાંઠામાં દામા ગામનાં તળાવમાંથી નવજાત શિશુ મળી આવતાં ચકચાર

આ પણ વાંચો:બનાસકાંઠા જિલ્લાના 186 ગામડાઓમાં અચાનક વધી ગયા આ બીમારીના કેસ, 478 દર્દીઓ પોઝિટિવ

આ પણ વાંચો:બનાસકાંઠાનાં ડીસામાં 36 ગાયોના મોતથી પંથકમાં મચી ચકચાર