Not Set/ મોદી સરકારે દેશના લોકોની પ્રાથમિક સુવિધાઓ પર આપ્યું છે ધ્યાન : રાષ્ટ્રપતિ

નવી દિલ્હી, ગુરુવારથી સંસદનું બજેટ સત્ર શરુ થઇ રહ્યું છે ત્યારે સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે થઇ છે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ છેલ્લા ૪.૫ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી પ્રજાલક્ષી યોજનાઓ અંગે માહિતી આપી હતી અને સરકારની  પણ પ્રશંસા કરી હતી. Delhi: President Ram Nath Kovind addresses both Houses of the Parliament #BudgetSession […]

Top Stories India Trending

નવી દિલ્હી,

ગુરુવારથી સંસદનું બજેટ સત્ર શરુ થઇ રહ્યું છે ત્યારે સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે થઇ છે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ છેલ્લા ૪.૫ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી પ્રજાલક્ષી યોજનાઓ અંગે માહિતી આપી હતી અને સરકારની  પણ પ્રશંસા કરી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના અભિભાષણમાં કહ્યું,

મારી સરકારે દેશમાં આયુષમાન યોજના શરુ કરી છે અને જેનાથી ગરીબોને મફતમાં સારવાર અપાઇ રહી છે.

હવે ગામડાની સ્થિતી સુધરી રહી છે.

આયુષ્યમાન યોજના હેઠળ ૪ મહિનામાં ૧૦ લાખ લોકો સારવાર લઈ ચુક્યા છે.

સરકાર દ્વારા ૪ હજાર જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય કુપોષણ યોજના શરુ કરાઇ છે.

દેશના દરેક ઘરને વીજળી આપવાનો પ્રયાસ સરકારે કર્યો છે.

મધ્યમવગઁની આવક વધે તેવા પ્રયાસ કરાયા છે.

દેશના ૨૧ કરોડ લોકોને વીમા યોજના અપાઈ છે.

દિવ્યાંગો માટે ૧૪૦ સહાયતા શિબિર યોજના શરુ કરાઇ છે.

સામાજિક, આથિઁક ન્યાય વ્યવસ્થા માટે સરકાર દ્વારા પ્રયાસ કરાયા છે અને કરનો બોજો ઓછો પડે તે માટે કામ કર્યું છે.

મોદી સરકાર દ્વારા દેશના લોકો માટે પ્રાથમિક સુવિધાઓ પર ધ્યાન આપ્યું છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એ એક લાંબા સમયની પ્રક્રિયા છે અને બિઝનેસ સેક્ટર માટે એક સ્ટોન સાબિત થશે.

દેશના તમામ કરદાતાઓને સરકાર પર વિશ્વાસ છે.

જન ધન યોજના હેઠળ ૩૪ કરોડ લોકોએ બેન્કોમાં પોતાના ખાતા ખોલાવ્યા છે.

આ યોજનાથી દેશના લગભગ તમામ પરિવારો બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાયેલા છે.

આજે ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે.

આંતરરાષ્ટ્રીય એજન્સીઓના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૧૪- ૨૦૧૭ વચ્ચે ભારતમાં જ માત્ર ટોટલ એકાઉન્ટના ૫૫ ટકા ખાતાઓ ખુલ્યા છે.

સિટીજન એમેન્ડમેન્ટ બીલથી બહારથી આવેલા લોકોને દેશની નાગરિકતા મળી શકશે અને તેઓને જે અગવડો પડી રહી હતી એમાં પણ ઘટાડો થશે.

સરકાર દ્વારા ૪ વર્ષમાં ૧૩ કરોડ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે દેશમાં ૯ કરોડ શૌચાલયો બાંધીને દીકરીઓ માટે એક ગરીમારૂપ જિંદગી જીવવા માટેનું કામ કર્યું છે.

૨૦૧૪ પહેલા દેશ અનિશ્ચિત્તામાંથી પસાર થઇ રહ્યો હતો, પરંતુ ત્યારબાદ મારી સરકાર આવવાની સાથે જ એક નવા ભારતના નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો હતો.

સરકાર દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ કરાયો છે.