શુક્રવારે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એમસીએ) સ્ટેડિયમ ખાતે ત્રીજી અને છેલ્લી ટી 20 મેચ માટે ભારત અને શ્રીલંકાની ક્રિકેટ ટીમો સામ-સામે હશે. ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ મેચ વરસાદ અને ભીની પીચને કારણે રદ્દ કરવામાં આવી હતી, જ્યારે ઈન્દોરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી એક તરફી જીત મેળવી હતી.
ઈન્ડિયન ટીમ આ મેચ જીતીને વર્ષની પ્રથમ શ્રેણી પોતાના નામે કરવાનો પ્રયાસ કરશે, જ્યારે બીજી તરફ શ્રીલંકા 1-1થી બરાબરી કરવા મેદાનમાં ઉતરશે. જણાવી જઇએ કે, ભારત માટે જ્યા બીજી મેચમાં બધુ સારું હતું, ત્યા શ્રીલંકાને દરેક વિભાગમાં મુશ્કેલીઓ પડી હતી. ભારતીય બોલરોએ શ્રીલંકાને મોટો સ્કોર થવા દીધો ન હતો જેમાં નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુરે મહત્વની ભૂમિકા ભજવી હતી. તે બન્નેએ સાથે મળીને પાંચ વિકેટ ઝડપી હતી. ઇન્દોરમાં એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે પરત ફરતા જસપ્રિત બુમરાહ પોતાનો બોલિંગનો જાદુ બતાવશે. જો કે, તે મિશ્ર પ્રદર્શન જ કરી શક્યો હતો. બુમરાહે ચાર ઓવર ફેંકી હતી અને 32 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
બુમરાહ માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર જતા પહેલા પોતાની જૂની લય પાછી મેળવવા માંગે છે. છેલ્લી મેચમાં પણ બુમરાહ જૂના ફોર્મમાં પાછા ફરવાનો પ્રયાસ કરશે. વળી, બેટિંગમાં લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર અને કોહલીએ ખાસ યોગદાન આપ્યું હતું. હા, છેલ્લી મેચમાં શિખર ધવનની બેટિંગ નિરાશાજનક રહી હતી. ઈજા બાદ પરત ફરી રહેલા ધવનને બુમરાહ જેવી લય ફરીથી મેળવવામાં પણ તકલીફ થઈ રહી હતી. તે બોલ અને બેટનું કનેક્શન કરવામાં સક્ષમ રહ્યો ન હતો. બીજી મેચમાં ધવન ફરી એકવાર ફોર્મમાં પરત ફરવાનો પ્રયત્ન કરશે.
શ્રીલંકા વિશે વાત કરી તો, તેનું પ્રદર્શન કેટલું નિરાશાજનક હતું, તે તેના નવા કોચ મિકી આર્થરનાં નિવેદનથી જાણી શકાય છે કે જે તેણે બીજી મેચ પછી આપ્યું હતું. કોચે કહ્યું હતું કે, “મોટા ભાગનાં સમયે, યોગ્ય રમતની સમજ ન હોવાના કારણે આપણને નુકસાન થયુ હતુ.” કોચ તેમના બેટ્સમેનથી ઘણા ગુસ્સે હતા. તેમણે કહ્યું હતું કે, બેટ્સમેન સ્ટિક રોટેટ ન કરી શક્યા જે નુકસાનકારક રહ્યુ. કોચની વાતને બેટ્સમેન કેટલુ ધ્યાન પર લે છે તે મેચનાં દિવસે જ ખબર પડી જશે.
વળી, શ્રીલંકાને બોલિંગમાં વધુ એક ઝટકો લાગ્યો છે. બીજી મેચ પહેલા ઇજાગ્રસ્ત થયેલો ઝડપી બોલર ઇસુરુ ઉદના ત્રીજી મેચમાં પણ નહીં રમી શકે. જણાવી દઇએ કે, કેપ્ટન પોતાના મુખ્ય બોલર વિના ટીમની જવાબદારી સફળતાપૂર્વક સંભાળે છે કે કેમ ત્યાં શંકા છે કારણ કે પ્રથમ મેચમાં ટીમની બોલિંગ પણ સારી નહોતી રહી. મલિંગાએ ખુદ ચાર ઓવરમાં 41 રન આપ્યા હતા જ્યારે તે ટીમનો સૌથી અનુભવી બોલર છે. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા માટે વર્તમાન ફોર્મમાં ભારતને હરાવી શકવું શક્ય નથી. જો કે ક્રિકેટની અનિશ્ચિતતાથી ભરેલી રમત કહેવામા આવે છે તેથી એવુ કહેવુ કે ભારત આ મેચ આસાનીથી જીત લેશે તે ઉતાવળ કહેવાશે.
ટીમો (સંભવિત):
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, શિખર ધવન, શિવમ દુબે, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), લોકેશ રાહુલ, નવદીપ સૈની, સંજુ સેમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર.
શ્રીલંકા: લસિથ મલિંગા (કેપ્ટન), ધનંજય ડી સિલ્વા, વાનીંડુ હસારંગા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), ઓશાડા ફર્નાન્ડો, અવિશ્કા ફર્નાન્ડો, દાનુષ્કા ગુળાથિલકા, લાહિરુ કુમારા, એન્જેલો મેથ્યુસ, કુશલ મેન્ડિસ, કુશલ પરેરા, ભાનુકા રાજાપક્ષા, કાસુન શનકા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
