Breaking News/ અમદાવાદ સરખેજ-સાણંદ ચોકડી પાસે ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરની 8 ગાડીઓ દોડી આવી

અમદાવાદના સરખેજ-સાણંદ ચોકડી પાસે ઈન્ડિયા એસ્ટેટમાં ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ (Tire Godown Fire) લાગતા ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગના ધુમાડાને પગલે આસપાસની દુકાનો અને ઓફિસો ખાલી કરાવવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
અમદાવાદમાં Tire Godown Fire: ધુમાડાના ગોટેગોટા, દુકાનો-ઓફિસો ખાલી કરાવાઈ

Breaking News: અમદાવાદના સરખેજ-સાણંદ ચોકડી નજીક ઈન્ડિયા એસ્ટેટમાં ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ (Tire Godown Fire) લાગતાં અફરાતફરી મચી ગઈ છે. આજે 19 ઓગસ્ટે રીલીફ હોટલની ગલીમાં આવેલા ટાયરના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

આગની વિકરાળતા જોતા ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓને સ્થળ પર મોકલવામાં આવી હતી. ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Tire Godown Fireથી ધુમાડાના ગોટેગોટા

ટાયરના ગોડાઉનમાં આગ (Tire Godown Fire) લાગી હોવાથી મોટી માત્રામાં ધુમાડો ફેલાયો હતો. આગના ધુમાડાના ગોટેગોટા દૂરથી પણ નજરે પડતા હતા. આગના કારણે આસપાસના વિસ્તારમાં પણ ચિંતા ફેલાઈ હતી. ગોડાઉનમાં મોટી સંખ્યામાં ટાયરનો જથ્થો હોવાથી આગ ઝડપથી વિકરાળ બની હોવાનું સામે આવ્યું છે.


આ પણ વાંચો:કોલકાતા હોટલમાં ભીષણ આગ: ઊંઘમાં જ 9 લોકોનાં મોત

આ પણ વાંચો:બંગાળના બીરભૂમમાં હોટલમાં આગની દુર્ઘટના, 7 લોકોનાં મોત; તારાપીઠ આવેલા શ્રદ્ધાળુઓમાં મચી અફરાતફરી

આ પણ વાંચો:ભરૂચમાં દહેજ GIDCની કંપનીના સોલ્વન્ટના ડ્રમમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા, 8 ફાયર ટેન્ડરોએ સંભાળ્યો મોરચો