Not Set/ બ્લૂ વ્હેલ ગેમનો ગુજરાતમાં પણ પગપેશારો

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર બ્લૂ વ્હેલ ગેમે હવે ગુજરાતમાં પગપેસારો કર્યો છે. પાલનપુરના માલણ ગામનો એક યુવક બ્લૂ વ્હેલ ગેમનો શિકાર બન્યો છે. યુવક બ્લૂ વ્હેલ ગેમનું છેલ્લુ સ્ટેજ પાર કરી અમદાવાદ આવ્યો હતો. અને અમદાવાદની સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો છે.જોકે યુવકે આપઘાત પૂર્વે તેના ફેસબુક પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તે […]

Gujarat Tech & Auto

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર બ્લૂ વ્હેલ ગેમે હવે ગુજરાતમાં પગપેસારો કર્યો છે. પાલનપુરના માલણ ગામનો એક યુવક બ્લૂ વ્હેલ ગેમનો શિકાર બન્યો છે. યુવક બ્લૂ વ્હેલ ગેમનું છેલ્લુ સ્ટેજ પાર કરી અમદાવાદ આવ્યો હતો. અને અમદાવાદની સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો છે.જોકે યુવકે આપઘાત પૂર્વે તેના ફેસબુક પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તે જીવનથી ત્રાસી જઈને આપઘાત કર્યાનો ઉલ્લેખ કરે છે. સાથે જ એવો પણ ઉલ્લેખ કરે છે કે તે મોબાઈલમાં બ્લૂ વ્હેલ ગેમ રમતો હતો. અને બ્લૂ વ્હેલ ગેમના છેલ્લા સ્ટેજ પર હતો. વીડિયોમાં યુવક કહી રહ્યો છે કે તે તેની માતાઅને બહેનને ઘણો જ પ્રેમ કરે છે. અને એવો પણ ઉલ્લેખ કરે છે કે તેની બેગમાં 46 હજાર રૂપિયા છે. અને મોબાઈલ છે જે તેની માતાને આપી દેવામાં આવે.સાથે માફી પણ માગે છે કે તે માતા અને બહેનને છોડીને જાય છે. અને બ્લૂ વ્હેલ ગેમના છેલ્લા સ્ટેજમાં હોવાથી આપઘાત કરવાનો ઉલ્લેખ કરે છે. અને આ વીડિયો અપલોડ કર્યાના થોડા કલાકો બાદ યુવક પોતાનું જીવન ટૂંકાવી દે છે.