David Warner Updates: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ઘરઆંગણે રમાનારી T20 વર્લ્ડ કપ અને ભારતના પ્રવાસ પર મર્યાદિત ઓવરોની સિરીઝ રમવા માટે ટીમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાના સિલેક્ટર્સે ભારતના પ્રવાસ માટે ટીમના વરિષ્ઠ ઓપનર ડેવિડ વોર્નરને આરામ આપ્યો છે, જ્યારે સિંગાપોરના ટિમ ડેવિડને ઔપચારિક ટ્રાન્સફર બાદ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે T20 વર્લ્ડ કપ અને ભારત પ્રવાસ માટે 15 સભ્યોની ટીમ પસંદ કરી છે. 26 વર્ષીય ડેવિડ લાંબા શોટ ફટકારવા માટે જાણીતો છે, તેણે સિંગાપોર માટે 2019 અને 2020માં 46.5ની એવરેજ સાથે 14 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જોકે, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નિયમો અનુસાર, તે ઓસ્ટ્રેલિયા માટે તાત્કાલિક અસરથી રમી શકે છે. ડેવિડે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. તે વિશ્વભરની T20 લીગમાં રમે છે.
ડેવિડના માતા-પિતા ઓસ્ટ્રેલિયન છે પરંતુ તેનો જન્મ સિંગાપોરમાં થયો હતો. જ્યારે તે બે વર્ષનો હતો ત્યારે તેના માતાપિતા પર્થમાં સ્થાયી થયા હતા. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સે આ વર્ષની શરૂઆતમાં ડેવિડને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઓસ્ટ્રેલિયાની પસંદગી સમિતિના અધ્યક્ષ જ્યોર્જ બેઇલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટીમ ડેવિડે વિશ્વભરની લીગમાં સારું પ્રદર્શન કરીને પોતાના માટે એક ખાસ સ્થાન બનાવ્યું છે અને તેથી જ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
વોર્નરને ભારતના પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો
એરોન ફિન્ચની આગેવાની હેઠળની 15 સભ્યોની ટીમ આ મહિનાના અંતમાં ભારતનો પ્રવાસ કરશે જેમાં તે 20 સપ્ટેમ્બરથી ત્રણ મેચની T20I સિરીઝ રમશે. ઓપનર વોર્નરને ભારતના પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. ભારત પ્રવાસ માટે પસંદ કરાયેલી ટીમમાં તેના સ્થાને કેમરૂન ગ્રીનને રાખવામાં આવ્યો છે. ગયા વર્ષે વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમમાં માત્ર એક જ ફેરફાર કરવામાં આવ્યો છે અને ડેવિડને મિચેલ સ્વેપ્સનની જગ્યાએ લાવવામાં આવ્યો છે.
જાણો કેવી છે T20 સિરીઝ માટે ટીમ
ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા ટી20 ટીમઃ એરોન ફિન્ચ (કે), પેટ કમિન્સ (વા.કે), એશ્ટન અગર, ટિમ ડેવિડ, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ, કેમેરોન ગ્રીન, એડમ ઝમ્પા.
આ પણ વાંચો: Weather / અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ
