Cricket/ IPL ની પ્રથમ મેચ પહેલા રોહિત શર્મા જીમમાં પરસેવો પાડતો મળ્યો જોવા

ક્રિકેટનાં સૌથી મોટા લીગની આજથી શરૂઆત થવા જઇ રહી છે. જણાવી દઇએ કે, ભારતમાં ક્રિકેટને તહેવાર કહેવામાં આવે છે.

Sports

ક્રિકેટનાં સૌથી મોટા લીગની આજથી શરૂઆત થવા જઇ રહી છે. જણાવી દઇએ કે, ભારતમાં ક્રિકેટને તહેવાર કહેવામાં આવે છે. IPL  ટૂર્નામેન્ટની પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ 9 એપ્રિલે એટલે કે ચેન્નાઈનાં એમ ચિદમ્બરમ ક્રિકેટ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સાથે ટકરાશે. આરસીબી વિસ્ફોટક બેટ્સમેન અને ટી-20 સ્પેશ્યાલિસ્ટ ખેલાડીઓથી ભરેલી છે, જ્યારે મુંબઈમાં અનુભવી ખેલાડીઓની લાંબી સેના છે. પોતાની કેપ્ટનશીપ હેઠળ ટીમને સતત બે આઈપીએલ ટાઇટલ અપાવનારા રોહિત એકવાર ફરી જીતની હેટ્રિક લગાવવાની તૈયારીઓ કરી રહ્યો છે. રોહિતે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જીમમાં ભારે પરસેવો પાડતો જોવા મળી રહ્યો છે.

Cricket / આજથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ, જુુઓ અત્યાર સુધીનાં IPL નાં તમામ સીઝનનાં રેકોર્ડ્સ

રોહિત સામાન્ય રીતે તેના જિમ સેશન અથવા કસરતને લગતી ઘણા ઓછા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. વીડિયોમાં મુંબઇનાં કેપ્ટન વેટ ટ્રેનિંગ આપતા નજરે પડે છે, આ સાથે તે પોતાના મસલ્સ પર પણ કામ કરતો જોવા મળી રહ્યો છે. રોહિતની કપ્તાની હેઠળ, મુંબઇ ઇન્ડિયન્સે યુએઈમાં રમાયેલી આઈપીએલ 2020 ની અંતિમ મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને રેકોર્ડ પાંચમી વખત ટાઇટલ મેળવ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ પછી મુંબઈ એવી બીજી ટીમ છે, જે પોતાના ખિતાબનો બચાવ કરવામાં સફળ રહી છે.

IPL 2021 / ગુરુ-ગોવિંદ દોનો કપ્તાન, કિસ કી હોગી જીત…પંતે કહ્યું જે માહી ભાઈ પાસેથી દાવ શીખ્યો તેનો ઉપયોગ તેની જ સામે જ કરીશ

આઈપીએલ 2021 ની હરાજી પહેલા મુંબઈએ તેના મોટાભાગનાં ખેલાડીઓને જાળવી રાખ્યા હતા. આ સાથે જ ટીમે ક્રિસ લીન, પિયુષ ચાવલા જેવા કેટલાક મજબૂત ખેલાડીઓને પણ તેમની ટીમમાં સામેલ કર્યા છે. ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, ક્વિન્ટન ડીકોકનાં રૂપમાં વિસ્ફોટક ઓપનિંગ જોડી છે, જ્યારે સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશન આ સિઝનમાં તેમની પ્રદર્શનથી છાપ બનાવવા માટે ઉત્સુક રહેશે. પંડ્યા બ્રધર્સ અને કેરોન પોલાર્ડની હાજરીમાં ટીમમાં સારા ફીનીશર્સ પણ છે. બોલિંગ ડિપાર્ટમેન્ટની જો વાત કરીએ તો ટીમમાં જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટની જોડી કોઈપણ બેટિંગ ક્રમને ધ્વસ્ત કરવાની શક્તિ ધરાવે છે. પિયુષ ચાવલાનાં આગમન સાથે હવે ટીમનો સ્પિન વિભાગ પણ સંતુલિત લાગી રહ્યુ છે.

https://www.instagram.com/p/CNZKuBahFSO/?utm_source=ig_web_copy_link

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…