Not Set/ પોસ્ટઓફીસમાં મીડિયાકર્મીઓ સાથે અણછાજતું વર્તન, ગ્રાહકોની વાંચાને શૂટિંગ કરતા રોક્યા

જામનગર, જામનગરમાં મુખ્ય પોસ્ટઓફીસમાં મીડિયાકર્મીઓ સાથે અણછાજતું વર્તન કરવામાં આવ્યુ હતુ. પોસ્ટઓફિસમાં ગ્રાહકોને થતી સમસ્યાને લઇ મીડિયાકર્મીઓ ત્યાં પહોચ્યા હતા. ત્યારે આસિસ્ટન્ટ સુપ્રીટેન્ડેન્ટે મીડિયાકર્મીઓ સાથે અણછાજતું વર્તન કર્યું હતુ. આસિસ્ટન્ટ સુપ્રીટેન્ડેન્ટે પીનાકીન શાહે પોસ્ટ ઓફીસમાં આવેલા ગ્રાહકોને શૂટિંગ કરતા રોક્યા હતા અને કેમેરો તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મીડિયાકર્મીઓ સાથે આવુ વર્તન કરવામાં […]

Top Stories Gujarat Others Videos

જામનગર,

જામનગરમાં મુખ્ય પોસ્ટઓફીસમાં મીડિયાકર્મીઓ સાથે અણછાજતું વર્તન કરવામાં આવ્યુ હતુ. પોસ્ટઓફિસમાં ગ્રાહકોને થતી સમસ્યાને લઇ મીડિયાકર્મીઓ ત્યાં પહોચ્યા હતા. ત્યારે આસિસ્ટન્ટ સુપ્રીટેન્ડેન્ટે મીડિયાકર્મીઓ સાથે અણછાજતું વર્તન કર્યું હતુ.

આસિસ્ટન્ટ સુપ્રીટેન્ડેન્ટે પીનાકીન શાહે પોસ્ટ ઓફીસમાં આવેલા ગ્રાહકોને શૂટિંગ કરતા રોક્યા હતા અને કેમેરો તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મીડિયાકર્મીઓ સાથે આવુ વર્તન કરવામાં આવે છે. ત્યારે સામાન્ય લોકોની સ્થિતિ કફોડી જોવા મળી રહી છે.