બિહાર/ કટિહારની બરંડી નદીમાં બોટ પલટી જતા 7 લોકો ડૂબી ગયા, 2 મૃતદેહો મળી આવ્યા, વળતરની કરવામાં આવી જાહેરાત

બિહારના કટિહાર જિલ્લામાં શનિવારે  બરંડી નદીમાં એક બોટ પલટી ગઈ હતી, આ દરમિયાન નવ લોકો નદીમાં ડૂબી ગયા હતા. બે લોકો કોઈ રીતે નદીમાંથી તરીને બહાર આવ્યા હતા

Top Stories India

બિહારના કટિહાર જિલ્લામાં શનિવારે  બરંડી નદીમાં એક બોટ પલટી ગઈ હતી, આ દરમિયાન નવ લોકો નદીમાં ડૂબી ગયા હતા. બે લોકો કોઈ રીતે નદીમાંથી તરીને બહાર આવ્યા હતા, પરંતુ સાત લોકોનો પત્તો લાગ્યો ન હતો. માહિતી મળતાં જ પોલીસ ત્યાં પહોંચી અને ગોતાખોરોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું. અત્યાર સુધીમાં માત્ર બે જ મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે પાંચ મૃતદેહો શોધી શકાયા નથી. ગોતાખોરો મૃતદેહોને શોધી રહ્યા છે.

આ અકસ્માત બરારી બ્લોકના પાસવાન ટોલાના મરઘિયા પાસે થયો હતો. બરારી બ્લોકના પશ્ચિમ બરીનગર પંચાયતના કાદર ટોલા ગામની કેટલીક મહિલાઓ અને પુરુષો તેમના બાળકો સાથે ડાંગરની કાપણી કરવા ગયા હતા. ડાંગરના પાકની કાપણી કરીને બધા પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન નદીની વચ્ચે બોટમાં કોઇ ખામી  થઇ હતી ,જેના લીધે  બીજી બોટ મંગાવી હતી. અન્ય એક બોટ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ તેમાં ચઢવાની ઉતાવળમાં બોટ પલટી ગઈ હતી.જેમાં સવાર નવ લોકો ડૂબી ગયા હતા એમાંથી બે લોકો તરીને બહાર આવી ગયા હતા. સાતમાંથી બે ના મૃતદેહ મળી આવ્યા છે,હજુ સાત લોકો વાપતા છે.

ઘટનાસ્થળ પર પહોંચેલા પોલીસ અને વહીવટી અધિકારીઓએ કહ્યું કે અત્યાર સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય પાંચ મૃતદેહોની શોધ ચાલી રહી છે. ડાઇવર્સની મદદ પણ લેવામાં આવી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે કટિહારમાં બોટ દુર્ઘટના પર સીએમ નીતિશ કુમારે શોક વ્યક્ત કર્યો છે. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.