શિવસેનાનાં નેતા સંજય રાઉતે સરકારનાં ઓક્સિજનની અછતનાં કારણે દેશમાં કોઇ મોત નહી થયા હોવાના દાવા પર આકરા પ્રહાર કર્યા છે. રાજ્યસભાનાં સાંસદે કહ્યું, ‘મારી પાસે શબ્દો નથી. છેવટે, આવા નિવેદન સાંભળીને તેના પરિવારનાં સભ્યોનું શું થયું હશે, જે ઓક્સિજનનાં અભાવને કારણે મૃત્યુ પામ્યા? સરકાર સામે કેસ નોંધાવો જોઇએ. તેઓ જૂઠું બોલી રહ્યા છે. આ સિવાય સંજય રાઉતે Pegasus ફોન હેકિંગને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે જેપીસી અને સુપ્રીમ કોર્ટની દખલ વિરોધી પક્ષ તરફથી માંગવામાં આવી રહી છે.
રાજકારણ / ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રીનાં પત્ની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી
દેશમાં ઓક્સિજનનાં અભાવથી થતા મૃત્યુ અંગે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલી માહિતી બાદ, વિપક્ષે સરકાર વિરુદ્ધ મોરચો ઉભો કરી દીધો છે. કોંગ્રેસ પાર્ટી બાદ શિવસેનાએ પણ સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેનાનાં રાજ્યસભાનાં સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે, આ નિવેદન પછી તે પરિવારોનું શું થશે, જેમણે ઓક્સિજનનાં અભાવનાં કારણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા હશે. સંજય રાઉતે કહ્યું કે, જૂઠ્ઠાણા બદલ સરકાર વિરુદ્ધ કેસ નોંધવો જોઇએ. આ સિવાય પેગાસસ ફોન ટેપીંગ કેસમાં સંજય રાઉતે પણ સરકારને ઘેરી લીધા છે. તેમણે કહ્યું છે કે, વિરોધી આ જાસૂસી કેસમાં સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) અને સુપ્રીમ કોર્ટની દખલની માંગ કરી રહ્યા છે, જો રવિશંકર પ્રસાદ વિપક્ષમાં હોત તો તેમણે પણ આ જ માંગ કરી હોત, જો આ માંગણી કરવામાં આવી રહી છે તો પછી સરકારે સચ્ચાઇ સામે આવવા દેવી જોઇએ, જ્યારે તમે કશું ખોટું કર્યું જ નથી, તો પછી ડરની શું વાત છે.
The opposition has asked for Joint Parliamentary Committee and Supreme Court's intervention. If Ravi Shankar Prasad was in opposition, he would've demanded same. Let the truth come out. If there is nothing, why are you scared?: Shiv Sena leader Sanjay Raut on 'Pegasus project'
— ANI (@ANI) July 21, 2021
બેકાબુ મહામારી / કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત, જાણો આજે નોંધાયેલા નવા કેસ વિશે
સંજય રાઉત સિવાય રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને આમ આદમી પાર્ટીનાં નેતા સંજય સિંહે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટિ્વટ કર્યું છે કે, “ઓક્સિજનનાં અભાવનાં કારણે કોઈ મોત થયુ નથી”: કેન્દ્ર સરકાર. આ મોતો એટલા માટે થઇ કારણ કે સરકારે મહામારીનાં વર્ષમાં ઓક્સિજનની નિકાસમાં 700% વધારો કર્યો. સરકારની પાસે ઓક્સિજન ટ્રાન્સપોર્ટ કરનારા ટેન્કરોની વ્યવસ્થા નહોતી. એમ્પાવર્ડ ગ્રુપ અને સંસદીય સમિતિની સલાહને અવગણીને, ઓક્સિજન આપવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોતી.
