Valsad News: વલસાડ (Valsad)ના ભીલાડમાંથી ડ્રગ્સ (Drugs) જપ્ત કરવામાં આવ્યું છે. ગુજરાત SMCએ બાતમીના આધારે અને ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે 2ની ધરપકડ કરી છે. આ નાઇજીરીયન યુવાનો ડ્રગ્સ સાથે ઝડપાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સૂત્રો મુજબ આ યુવાનો ભારતની બહાર કોઈ દેશમાંથી ડ્રગ્સ સપ્લાય કરવા માટે ભારત આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં ગુજરાતના યુવાઓને ડ્રગ્સની બદીથી દુર રાખવા ડ્રગ્સ સામે રીતસરની જંગ છેડી છે, ત્યારે રાજ્યમાંથી દારૂ જુગાર ઉપરાંત ડ્રગ્સના કેસો શોધી કાઢીને માફિયાઓ સુધી પહોંચવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સ્ટેટ મોનિટરીંગ સેલ SMC પોલીસ સ્ટેશનમાં ખાસ ટીમ બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. જે અંતર્ગત SMC પોલીસ સ્ટેશનની ખાસ ટીમે ડ્રગ્સ સાથે એક નાઇજિરિયન યુવતીને નવસારીથી પકડી તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
અગાઉ અમદાવાદમાં MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. SOGની ટીમે માહિતીને આધારે નારોલમાંથી આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે 4 લાખ રૂપિયાની કિંમતનો 40 ગ્રામ ડ્ગર્સનો જથ્થો કબજે કર્યો હતો. તપાસમાં આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.
અમદાવાદમાં કસ્ટમ અધિકારીઓએ આ શખ્સના સમાનની તપાસ કરતાં ચાર કાપડની થેલીઓમાં લપેટાયેલ 10 એરટાઈટ પોલિથીન પેકેટ મળ્યા હતા. આ પેકેટોમાં લીલો ગઠ્ઠા જેવો પદાર્થ હતો જેની ટેસ્ટિંગમાં હાઇડ્રોપોનિક કેનાબીસ હોવાનું જણાયું હતું. હાઇડ્રોપોનિક કેનાબીસ એક પ્રકારનું મારિજુઆના છે જેને ખાસ તકનીકથી ઉગાડવામાં આવે છે. આ ડ્રગ્સનું સેવન કરવું ગુનો છે અને તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો:SMC પોલીસ સ્ટેશનમાં NDPSનો પ્રથમ કેસ, ડ્રગ્સ સાથે નાઇજિરિયન યુવતીની ધરપકડ
આ પણ વાંચો:વડોદરાના સાવલીમાં 3 કરોડથી વધુનું શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સ મળી આવ્યું
આ પણ વાંચો:અમદાવાદ 31St ની તૈયારી વચ્ચે ડ્રગ્સનો ઘટસ્ફોટ: 3.5 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
