@પ્રિયકાંત ચાવડા
Surendranagar News: પાટડી ખાતે આવતીકાલે યોજાનાર ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમમાં ઝીંઝુવાડા ગામના મોમાઈ સખીમંડળના લાભાર્થી પ્રધાનમંત્રી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરશે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે આવતીકાલે યોજાનાર ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમમાં દસાડા તાલુકાના છેવાડે આવેલ ઝીંઝુવાડા ગામના મોમાઈ સખીમંડળના લાભાર્થી શાંતિબા વિજુભા ઝાલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરનાર છે.
ગુજરાતમાં ૧૩ હજારથી વધુ સ્વ-સહાય જૂથની ૧ લાખ ૩૦ હજારથી વધુ મહિલાઓને ૨૫૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે તે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સીએમ અને પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમનુ આયોજન ૬ માર્ચના રોજ સુરજમલજી હાઈસ્કૂલમા યોજશે.
જેમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહશે અને દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામના મોમાઈ સખીમંડળના લાભાર્થી મંડપ ડેકોરેશન વ્યવસાય તથા સાથે સંકળાયેલ શાંતિબા વિજુભા ઝાલા સાથે વર્ચ્યુઅલ સંવાદ કરવાના છે. શાંતિબા ઝાલા દ્વારા આસિસ્ટન્ટ કલેકટર પાટડીની મુલાકાત કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમ બાબતે સમજણ આપવામાં આવી હતી.
આ પણ વાંચો :સુકો બરફ ખાવાથી હોસ્પિટલ પહોંચવાનો વારો આવ્યો, જાણો Dry Ice વિશે…
આ પણ વાંચો : Bhart jodo yatra/‘તે ઈચ્છે છે તમે આખો દિવસ મોબાઈલ પર રહો, જય શ્રી રામ બોલો, ભૂખે મરો’, આજ તેમનું કહેવું છે રાહુલનો મોદીને ટોન્ટ
આ પણ વાંચો : Breaking News/લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો, અર્જુન મોઢવાડિયા-અંબરીશ ડેરે કર્યા કેસરિયા
