સુરત/ વરાછામાં લુમ્સના કારખાનેદાર પર ફાયરીંગ કરી રૂ.1.77 લાખની લૂંટમાં 10 વર્ષથી વોન્ટેડ ઉડીયા કારીગરને એસઓજી દ્વારા ઝડપી લેવાયો

સંજય મહંત -સુરત સુરતના વરાછામાં લુમ્સના કારખાનેદાર પર ફાયરીંગ કરી રૂ.1.77 લાખની લૂંટમાં 10 વર્ષથી વોન્ટેડ ઉડીયા કારીગરને સુરત શહેર એસઓજીએ પીપોદરા જીઆઈડીસીમાંથી ઝડપી લીધો છે. સુરતથી વતન ભાગીને ગયેલા કારીગર શંકરને ત્યાં કામ નહીં મળતા તમિલનાડુમાં પાંચ વર્ષ કામ કર્યું હતું. ત્યાંથી પરત વતન જઈ ફરી ત્રણ મહિના પહેલા તે સુરત આવ્યો હતો. જો […]

Gujarat Surat

સંજય મહંત -સુરત

સુરતના વરાછામાં લુમ્સના કારખાનેદાર પર ફાયરીંગ કરી રૂ.1.77 લાખની લૂંટમાં 10 વર્ષથી વોન્ટેડ ઉડીયા કારીગરને સુરત શહેર એસઓજીએ પીપોદરા જીઆઈડીસીમાંથી ઝડપી લીધો છે. સુરતથી વતન ભાગીને ગયેલા કારીગર શંકરને ત્યાં કામ નહીં મળતા તમિલનાડુમાં પાંચ વર્ષ કામ કર્યું હતું. ત્યાંથી પરત વતન જઈ ફરી ત્રણ મહિના પહેલા તે સુરત આવ્યો હતો. જો કે આખરે પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

એસ.ઓ.જી.પોલીસને બાતમી મળી હતી કે લુટ વિથ ફાયરીંગના ગુનામાં સંડોવાયેલો ઇસમ સુરત શહેરમાં ફરી રહ્યો છે. એસઓજીની ટીમે પીપોદરા જીઆઈડીસીમાં વોચ ગોઠવી શંકર દેવરાજ ગૌડા ને ઝડપી લીધો હતો. શંકર સુરતના વરાછા પોલીસ મથકમાં 10 વર્ષ અગાઉ નોંધાયેલા લૂંટ વીથ ફાયરીંગના ગુનામાં વોન્ટેડ હતો. શંકર વર્ષ 2011 માં સુરતના અશ્વીનીકુમાર વિસ્તારમાં રહેતો હતો.  આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી તેમજ દિવાળીનો તહેવાર આવતો હોય શંકરે મિત્રો સાથે મળી લૂંટની યોજના બનાવી હતી.તેને ટીપ મળી હતી કે અશ્વીનીકુમાર અંજટા ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતા નં.132 માં લુમ્સનું કારખાનું ધરાવતા કારખાનેદાર કારીગરોને પગાર કરવા માટે પૈસા લઈ સાંજે આવવાના છે. આથી તેણે સાગરીતો સાથે મળી કારખાનામાં જઈ કારખાનેદાર ઉપર ફાયરીંગ કરી કારીગરોને પગાર આપવા માટે લાવેલા રૂ.1.77 લાખની લૂંટ કરી હતી. જોકે, ત્યાંથી ભાગતી વેળા તેના એક સાગરીત ટુલ્લુ ઉર્ફે લાલા સુભાષ નાયક ને દેશી તંમચા સાથે કારીગરોએ પકડી લીધો હતો. જયારે બાકીના તમામ ભાગી છૂટ્યા હતા.

વરાછા પોલીસે ટુલ્લુની કબૂલાતના આધારે શંકરને વોન્ટેડ જાહેર કરતા તે પોલીસથી બચવા વતન ભાગી ગયો હતો. પરંતુ ત્યાં કાઈ કામધંધો ન હોય તે તમિલનાડુ ચાલ્યો ગયો હતો અને ત્યાં પાંચેક વર્ષ કામ કરી પરત વતન આવ્યો હતો. ત્રણ મહીના પહેલા જ તે પરત સુરત આવ્યો હતો અને પીપોદરા જીઆઈડીસીમાં લુમ્સના કારખાનામાં કામ કરવા માંડયો હતો. જો કે આખરે એસ.ઓ.જી. પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. એસઓજીએ તેનો કબજો વરાછા પોલીસને સોંપ્યો છે. અને આ મામલે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.