અમદાવાદનાં સિંધુભવન રોડ પર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યા મેલડી માતાનાં મંદિરનું ડિમોલેશન માટે AMC ની ટીમ પહોંચી હતી. જેને લઇને સ્થાનિકો અને વિશ્વ હિન્દુ પરિષદનાં લોકોએ વિરોધ કર્યો હતો.
સાત દિવસ પહેલા મંદિરનાં સંચાલકોને આ વિશે નોટિસ આપવામાં આવી હતી. પરંતુ તેને ધ્યાનમાં ન લેવાતા આજે AMC ની ટીમ સિંધુભવન ખાતે આવી પહોંચી હતી.
