Not Set/ જુદા જુદા અકસ્માતોની વણઝારમાં 1 નું મોત, 10ને ઇજા

રાજ્યમાં અકસ્માતની ઘટના હજુ પણ યથવાત જોવા મળી રહી છે. ત્યારે  વધુ ત્રણ અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટ અને વલસાડથી રોડ અકસ્માતની ઘટના સામે અવી છે. જેમાં સુરેન્દ્રનગરમાં એકનું મોત થયું છે જ્યારે વલસાડ 5 લોકો ઘાયલ થયા છે જ્યારે રોજકોટમાં વિદ્યાર્થીઓનો ચમત્કારિક થયો છે.બચાવ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો […]

Gujarat Others

રાજ્યમાં અકસ્માતની ઘટના હજુ પણ યથવાત જોવા મળી રહી છે. ત્યારે  વધુ ત્રણ અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટ અને વલસાડથી રોડ અકસ્માતની ઘટના સામે અવી છે. જેમાં સુરેન્દ્રનગરમાં એકનું મોત થયું છે જ્યારે વલસાડ 5 લોકો ઘાયલ થયા છે જ્યારે રોજકોટમાં વિદ્યાર્થીઓનો ચમત્કારિક થયો છે.બચાવ

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. પાટડીના ખારાઘોડા ગામે આ અકસ્માત સર્જાયો છે જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

વલસાડ

રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.વલસાડના કપરાડામાં પિકઅપ જીપને અકસ્માત નડ્યો હતો.આ લોકો કપરાડા તાલુકાના કસ્તુનીયામાં થઈ રહેલી નાતાલ પર્વની ઉજવણી માટે જઈ રહ્યા હતા.તે દરમિયાન જીપ કુંભ ઘાટ નજીક રોડની નીચે ઉતરી ખાઈમાં પલટી થઈ ઝાડમાં અટકી ગઈ હતી,જેમા સદનસીબે જાનહાની સર્જાઈ નથી.પરંતુ પાંચ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રાજકોટ

રાજકોટમાં કાર ચાલકે અકસ્માત સર્જાયો હતો.કાલાવડ આત્મીય કોલેજ પાસેની ઘટના છે કે જ્યાં એક કાર ચાલકે વિદ્યાર્થીઓને ટક્કર મારી હતી.જેથી વિદ્યાર્થીઓ કારની ટક્કરે ફંગોળાયા હતા. આ ઘટનામાં વિદ્યાર્થીઓનો આકસ્મિક બચાવ થયો હતો.જો કે કારચાલક અકસ્માત સર્જીને ફરાર થઇ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.