Not Set/ ભાગેડુ નિરવ મોદીની યુકે હાઇકોર્ટે ફરી એકવાર ફગાવી જામીન અરજી

લંડન,  પંજાબ નેશનલ બેંક (પી.એન.બી.) ને લગભગ 13 હજાર કરોડ રૂપિયા નો ચૂનો લગાવનાર હીરાના વેપારી નિરવ મોદીને લંડન હાઈકોર્ટથી ઝટકો લાગ્યો છે. લંડનના રોયલ કોર્ટ ઓફ જસ્ટિસે તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. મંગળવારે સુનાવણી પૂર્ણ થયા બાદ અદાલતે આજે તેનો ચુકાદો આપ્યો છે. અગાઉ, વેસ્ટમિંસ્ટર કોર્ટે સતત ત્રીજી વાર તેની અરજી ફગાવી હતી. […]

Top Stories World
ytgv 8 ભાગેડુ નિરવ મોદીની યુકે હાઇકોર્ટે ફરી એકવાર ફગાવી જામીન અરજી

લંડન, 

પંજાબ નેશનલ બેંક (પી.એન.બી.) ને લગભગ 13 હજાર કરોડ રૂપિયા નો ચૂનો લગાવનાર હીરાના વેપારી નિરવ મોદીને લંડન હાઈકોર્ટથી ઝટકો લાગ્યો છે. લંડનના રોયલ કોર્ટ ઓફ જસ્ટિસે તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. મંગળવારે સુનાવણી પૂર્ણ થયા બાદ અદાલતે આજે તેનો ચુકાદો આપ્યો છે. અગાઉ, વેસ્ટમિંસ્ટર કોર્ટે સતત ત્રીજી વાર તેની અરજી ફગાવી હતી.

નિરવ મોદીને 19 માર્ચના રોજ 13 હજાર કરોડના કૌભાંડના આરોપમાં સ્કોટલૈંડ યાર્ડ પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવી હતી. તેના પ્રત્યર્પણના માટે ભારતીય એજન્સીઓ સતત કોશિશ કરી રહી છે.

અરજી પર કરવામાં આવેલ સુનાવણી દરમિયાન નિરવ મોદીના વકીલ ક્લેયર મોંટગોમેરીએ દલીલ કરી હતી કે નિરવ મોદી લંડન રૂપિયા ભેગા કરવા માટે આવ્યો છે. જો તેને જામીન મળે તો તેની ઇલેક્ટ્રોનિક સાધનો દ્રારા ગતિવિધિ પર નજર રાખી શકાશે તેવી તૈયારી પણ તેના વકીલે બતાવી હતી. જેના દ્વારા તેને ટ્રેક કરી શકાશે. વકીલે કહ્યું કે પ્રત્યાર્પણનો કેસ શરૂ થયો છે, તેથી તેનો બચાવનો પ્રશ્ન ઉભો થતો જ નથી. તેમના પુત્ર અને પુત્રી ઇંગ્લેંડમાં યુનિવર્સિટી ખોલી રહ્યા છે અને તેઓ આવતા જતા રહે છે.

નિરવ મોદીના વકીલની દલીલ પર વાંધો વ્યક્ત કરતા કોર્ટેમાં ભારત સરકાર તેમનો પક્ષ રાખી રહ્યા છે, ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે કહ્યું કે આરોપ છેતરપિંડી અને ક્રિમિનલ એક્ટના છે.આના પર ન્યાયાધીશએ કહ્યું છે કે આ માત્ર આરોપો છે. નિયત સમયની અંદર તેને સાબિત કરવું પડશે.