America/ અમેરિકામાં ભારતીય મૂળના આ વ્યક્તિની કરાઈ હત્યા

વોશિંગ્ટન શહેરના 15મી સ્ટ્રીટ નોર્થવેસ્ટનાં 1100 બ્લોક પર મધરાત્રિએ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સમયસર દોડી આવી હતી, ત્યાં સુધી ભારતીય…….

World
YouTube Thumbnail 2024 02 10T125320.340 અમેરિકામાં ભારતીય મૂળના આ વ્યક્તિની કરાઈ હત્યા

Washington DC News: અમેરિકામાં ભારતીયો પર હુમલા બંધ થવાનું નામ લેતું નથી. થોડા દિવસો અગાઉ જ ભારતીય વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. વોશિંગ્ટન શહેરની એક રેસ્ટોરન્ટની બહાર ભારતીય મૂળના વિવેક તનેજાની હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે. પોલીસ અધિકારીઓએ આ મામલે તપાસ હાથ ધરી છે.

એક્ઝીક્યુટિવ વિવેક તનેજા

વિવેક તનેજા ડાયનેમો ટેક્નોલોજીના સહ-સ્થાપક અને અધ્યક્ષ છે. આરોપી કેમેરામાં કેદ થઈ ચૂક્યો હોવાથી પોલીસ અજાણ્ય શખ્સને શોધી રહી છે. પોલીસ વિભાગે હત્યા મામલે જનતા પાસે મદદ માગી છે. ઉપરાંત, ઈનામની પણ જાહેરાત કરી છે.

ક્યાં હુમલો કરવામાં આવ્યો હતો…

આ ઘટના 2 ફેબ્રુઆરીના રોજ વોશિંગ્ટન શહેરના 15મી સ્ટ્રીટ નોર્થવેસ્ટનાં 1100 બ્લોક પર મધરાત્રિએ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સમયસર દોડી આવી હતી, ત્યાં સુધી ભારતીય વંશજ વિવેક તનેજા (ઉં. 41 વર્ષ) ફૂટપાથ પર ઘાયલ અવસ્થામાં જોવા મળ્યા હતા. તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વોશિંગ્ટન ડીસી શહેરના એક મીડિયા રિપોર્ટ પ્રમાણે હત્યારા અને મૃતક વચ્ચે બબાલ થઈ હતી. બાદમાં કોઈ અજાણ્યા શખ્સે વિવેક તનેજાને ધક્કો મારી માથુ ફોડ્યું હતું. બુધવારે હોસ્પિટલમાં તેમનું મોત નિપજ્યું હતું. અત્યારે પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવાઝ શરીફનો સરકાર બનાવવાનો દાવો, જાણો પાક. માટે ભારતનું મહત્વ…

આ પણ વાંચો:રાજકોટ કોર્પોરેટરોની ગ્રાન્ટમાં વધારો, થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે સુવિધાનું આયોજન

આ પણ વાંચો:શું PayTm કંપનીને ખરીદી લેવામાં આવી છે… જાણો કયા નામથી ઓળખાશે