Not Set/ ૬.૩ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું ઈરાન, ૧૭૦થી વધુ લોકો ઘાયલ

ઈરાક સાથે આવેલી સીમા પર રવિવારે રાત્રે આવેલા ભૂકંપના તેજ ઝાટકાઓથી ઈરાન ધ્રૂજી ઉઠ્યું છે. આ ભૂકંપના કારણે ૧૭૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અમેરિકાની જિયોલોજીકલ સર્વેક્ષણ અનુસાર, આ ભૂકંપની તીવ્રતા ૬.૩ નોંધવામાં આવી હતી. બીજી બાજુ આ ભૂકંપના કારણે ઘણું નુકસાન થયું હોવાનું ભીતિ છે. આ ભૂકંપનું કેન્દ્ર ઇરાનના કેર્માન્શહ પ્રાંત […]

Top Stories World
Ds4YmO8XgAMG8DW ૬.૩ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું ઈરાન, ૧૭૦થી વધુ લોકો ઘાયલ

ઈરાક સાથે આવેલી સીમા પર રવિવારે રાત્રે આવેલા ભૂકંપના તેજ ઝાટકાઓથી ઈરાન ધ્રૂજી ઉઠ્યું છે. આ ભૂકંપના કારણે ૧૭૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

અમેરિકાની જિયોલોજીકલ સર્વેક્ષણ અનુસાર, આ ભૂકંપની તીવ્રતા ૬.૩ નોંધવામાં આવી હતી. બીજી બાજુ આ ભૂકંપના કારણે ઘણું નુકસાન થયું હોવાનું ભીતિ છે.

૬.૩ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું ઈરાન, ૧૭૦થી વધુ લોકો ઘાયલ

આ ભૂકંપનું કેન્દ્ર ઇરાનના કેર્માન્શહ પ્રાંત સ્થિત ઈલ્લામ શહેરમાં ઉત્તર-પશ્ચિમે ૧૧૪ કિમી દૂર અને ૬૫ કિમીની ઉંડાઈ પર હતું.

આ ભૂકંપની અસર થોડા સમય બાદ ઈરાકની રાજધાની બગદાદમાં પણ અનુભવાયી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે સાત ઈરાનના સાત શહેરમાં આ ભૂકંપની અસર અનુભવાયી હતી. ભૂકંપની જાણ થતા રાહત દળે તેમની કામગીરી શરુ કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગત વર્ષે નવેમ્બર, ૨૦૧૭માં આવેલા ભૂકંપમાં પણ ૬૦૦થી વધારે લોકો મોતને ભેટ્યા હતા.

Ds3bNc XoAEUhNn ૬.૩ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું ઈરાન, ૧૭૦થી વધુ લોકો ઘાયલ

એક પ્રેસ ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, ઈરાન એ ભૂંકપ માટેની મુખ્ય ભૌમિતિક ખામીઓ પર સ્થિત છે અને ત્યાં દરરોજ સરેરાશ ભૂકંપ અનુભવાય છે.