Union Budget/ સામાન્ય બજેટમાં સામાન્ય માણસને મોટો ઝટકો, મોબાઇલ અને ચાર્જર થશે મોંઘા

સામાન્ય બજેટમાં સામાન્ય માણસને મોટો ઝટકો, મોબાઇલ અને ચાર્જર થશે મોંઘા

Union budget 2024 Top Stories Business
budget 16 સામાન્ય બજેટમાં સામાન્ય માણસને મોટો ઝટકો, મોબાઇલ અને ચાર્જર થશે મોંઘા

છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઇલ ફોનના માર્કેટમાં નોંધપાત્ર વિકાસ થયો છે. હાલમાં ભારતમાં તમામ કંપનીઓના મોબાઇલ ફોનનું ઉત્પાદન થઈ રહ્યું છે, જ્યારે ભારત હવે મોબાઈલ પાર્ટ્સની સાથે મોબાઈલ પણ મોટા પાયે નિકાસ કરી રહ્યું છે. 2021 ના ​​બજેટમાં વિદેશી મોબાઇલ મોંઘા થશે મોબાઇલ ફોન પર કસ્ટમ ડ્યુટી વધારીને 2.5 ટકા કરી દેવામાં આવી છે.

મોંઘા ચાર્જરની સૌથી મોટી અસર સામાન્ય લોકો પર પડશે, કારણ કે અગાઉ મોબાઇલ કંપનીઓ ફોન સાથે ચાર્જર પણ પુરા પડતી હતી. પરંતુ એપલ, ઝિઓમી અને સેમસંગ જેવી કંપનીઓએ ફોન સાથે ચાર્જ આપવાનું બંધ કરી દીધું છે. આવી સ્થિતિમાં, લોકોએ એક અલગ ચાર્જર ખરીદવો પડશે.

2021 ના ​​બજેટની વધુ અસર મોબાઇલ કંપનીઓ પર થશે જેનો ફોન ભારતમાં તૈયાર નથી થતા.  જોકે સારી વાત એ છે કે એપલથી ઝિઓમી, રીઅલમે અને સેમસંગ સુધીના ફોન ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે, જો કે આથી સ્થાનિક કંપનીઓને નોંધપાત્ર ફાયદો થશે.

આ બજેટમાંથી એક મોટી વાત બહાર આવી છે અને તે એ છે કે ભારતમાં હજી સુધી મોબાઇલ પાર્ટ્સ બનાવવામાં આવ્યા નથી, પરંતુ નાણાં પ્રધાને કહ્યું હતું કે ભારત હવે મોબાઈલની સાથે મોબાઈલ પાર્ટ્સ અન્ય દેશોમાં પણ મોકલી રહ્યું છે.

Union Budget / સામાન્ય બજેટમાં બંગાળને મળશે આવી ભેટ, નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ….

Union Budget / સામાન્ય બજેટમાં રેલ્વે માટે રૂ. 1,10,055 કરોડ ફાળવવામાં આવ્યા

Union Budget / બજેટથી શેર બજારમાં ‘રોનક’, સેન્સેક્સમાં 1600 પોઇન્ટથી વધુનો ઉછાળો

Union Budget / નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટ રજૂ કરતી વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ કેમ કર્યો?

થોડા દિવસો પહેલા બ્લૂમબર્ગના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટાટાએ તાઇવાની કંપની પેગાટ્રોન કોર્પોરેશન સાથે ઇલેક્ટ્રોનિક્સ, મોબાઈલ ફોન અને પાર્ટ્સ બનાવવા માટે ભાગીદારી કરી હતી. આ માટે બંને કંપનીઓ વચ્ચે 85 હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.

અહેવાલમાં જણાવાયું છે કે રોકાણના પ્રથમ તબક્કામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સએ મોબાઇલ ફોનના પાર્ટ્સ બનાવવા માટે રૂ. 5,767 કરોડનું રોકાણ કર્યું છે અને પેગાટ્રોને મોબાઇલ ફોન બનાવવા માટે 80 હજાર 500 કરોડનું રોકાણ કર્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…