Not Set/ આધાર ચેલેન્જ અસર : આધાર નંબરનું શું કરવું શું નહિ, જણાવશે UIDAI

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા(ટ્રાઈ) ના અધ્યક્ષ આર.એસ.શર્મા દ્વારા હાલમાં આધાર ચેલેન્જ આપવામાં આવી હતી. જેના પર સોશિયલ મીડિયામાં ખુબ વિવાદ થયો હતો. આને ધ્યાનમાં રાખતા UIDAI યુઝર્સને એ સમજાવવાનું પ્લાનિંગ કરી રહી છે કે આધાર કાર્ડ નંબર ક્યાં શેર કરવો અને ક્યાં ના કરવો. હકીકતમાં UIDAI આધાર નંબરને પાન કાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને ક્રેડિટ […]

Top Stories India
Aadhar Card આધાર ચેલેન્જ અસર : આધાર નંબરનું શું કરવું શું નહિ, જણાવશે UIDAI

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા(ટ્રાઈ) ના અધ્યક્ષ આર.એસ.શર્મા દ્વારા હાલમાં આધાર ચેલેન્જ આપવામાં આવી હતી. જેના પર સોશિયલ મીડિયામાં ખુબ વિવાદ થયો હતો. આને ધ્યાનમાં રાખતા UIDAI યુઝર્સને એ સમજાવવાનું પ્લાનિંગ કરી રહી છે કે આધાર કાર્ડ નંબર ક્યાં શેર કરવો અને ક્યાં ના કરવો. હકીકતમાં UIDAI આધાર નંબરને પાન કાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને ક્રેડિટ કાર્ડ નંબર જેવો બનાવવા માંગે છે. અને યુઝર પાસેથી આશા કરે છે કે આને પબ્લિક ડોમેનમાં મુકવાથી બચે. પબ્લિક ડોમેનમાં ફેસબૂક, ટ્વિટર વગેરે એપ્સ પણ સામેલ છે.

1200px Aadhaar Logo.svg e1534080384441 આધાર ચેલેન્જ અસર : આધાર નંબરનું શું કરવું શું નહિ, જણાવશે UIDAI

આ યોજના વિષે જણાવતા UIDAI ના સીઈઓ અજય ભૂષણ પાંડેય જણાવે છે કે લોકોને આ જણાવવું જરૂરી છે કે તેઓ આધારનો ક્યાંય પણ ડર્યા વગર ઉપયોગ થઇ શકે છે. આ માટે હંમેશા પુછાતા સવાલ(FAQ) જાહેર કરવા જરૂરી છે. મળતી જાણકારી મુજબ FAQ માં લગભગ એક ડઝન સવાલોનો જવાબ આપવામાં આવશે.

આધાર ડીટેલ શેર કરવી જોઈએ કે નહિ આના પર લાંબી ચર્ચા હાલ ફરી શરુ થઇ છે. હકીકતમાં ટ્રાઈના ચેરમેને ટ્વિટ કરીને કહ્યું હતું કે મારો આધારનો નંબર **** છે. હું પડકાર ફેંકુ છું કે મને કોઈ હાનિ પહોંચાડી શકશો એનું ઉદાહરણ આપો. પડકારના કેટલાક કલાક બાદ એમના ખાનગી આંકડાઓ લીક થઇ ગયા હતા. જેનાથી લોકોને લાગ્યું કે આધાર નંબરના કારણે એમની જાણકારી પણ ખતરામાં છે. આ માટે હવે UIDAI લોકોના મનમાં રહેલા ડર ખતમ કરવા માંગે છે.

aadhaa4 e1534080440389 આધાર ચેલેન્જ અસર : આધાર નંબરનું શું કરવું શું નહિ, જણાવશે UIDAI

જાહેર FAQ માં આ સવાલનો જવાબ પણ હશે કે પોતાના 12 ડિજિટના આધારના નંબરને પબ્લિક ડિસ્પ્લે પર લગાવાય કે નહિ. સવાલોના જવાબ દ્વારા UIDAI આધાર નંબરને પાન નંબર અને બેન્ક એકાઉન્ટ નંબર સમાન બનાવવા માંગે છે.