Rajkot/ મહાનગરપાલિકાની ચૂંટણી સાથે બજેટના પડઘમ શરૂ, આગામી સપ્તાહમાં સંભવિત જાહેરાત

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકાના બજેટ માટે ની તૈયારી પણ શરુ થઇ ચૂકી છે. રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ બજેટની જાહેરાત ક

Top Stories
1

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકાના બજેટ માટે ની તૈયારી પણ શરુ થઇ ચૂકી છે. રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ બજેટની જાહેરાત કરવા જઈ રહ્યા છે પરંતુ તેમાં કોઈ નવા પ્રોજેક્ટ કે વિકાસ કામોની વિગતો જાહેર કરવામાં આવે તેવી શક્યતા નહિવત છે માત્ર હાલમાં બજેટ માટે નાણાંકીય ફાળવણી અંગેની જાહેરાત કરવામાં આવી શકે છે.

Rajkot / PPE કીટ સાથે કોરોના ગ્રસ્ત દર્દી મતદાન કરી શકશે, ટૂંક સમયમાં જાહેર થશે SOP

આગામી દિવસોમાં ચૂંટણી પૂર્ણ થશે અને મહાનગર પાલિકાના પદાધિકારીઓ તેમજ ચેરમેનની નિમણૂક થયા બાદ શહેરમાં કયા વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે તે અંગેની જાહેરાત કરવામાં આવી શકે છે.આ અંગે રાજકોટ મહાનગર પાલિકાના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકાના બજેટ માટે હાલમાં ખર્ચ અને આવક ના અને અંદાજ જાહેર કરવામાં આવી શકે છે. આ ઉપરાંત સંભવિત આગામી 8 થી 10 દિવસમાં જ મ્યુનિસિપલ કમિશનર બજેટ અંગે જાહેરાત કરી શકે છે.

PM Modi / 72માં ગણતંત્ર દિવસની  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ પાઠવી શુભકામના, ટ્વીટર પર દેશવાસીઓને સંબોધીને લખ્યું જય હિન્દ..

આ માટે મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે મહાનગર પાલિકાના તમામ શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અને બજેટની તૈયારી શરૂ કરવા માટે તમામ અધિકારીઓને પોતાની શાખાના ખર્ચ તેમજ અંદાજે આવકની વિગતો રજૂ કરવા માટે ની સૂચના આપી દેવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…