- રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ
- 4.1 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર
- અમદાવાદમાં લઘુત્તમ 12.4 ડિગ્રી તાપમાન
- વડોદરામાં 13.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન
- સુરતમાં લઘુત્તમ 14.7 ડિગ્રી તાપમાન
- રાજકોટમાં લઘુત્તમ 10.6 ડિગ્રી તાપમાન
- ગાંધીનગરમાં 8.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન
- આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર
રાજ્યમાં દિવસો જતા ઠંડુનું પ્રમાણ વધી રહ્યુ છે. શિયાળો પોતાનાં અસલ મિઝાજનો પરિચય કરાવી રહ્યો હોય તેવી રીતે રાજ્યમાં હાડ થીજવતીં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયુ છે. અહી 4.1 ડિગ્રી સાથે ઠંડુગાર નોંધાયુ છે. જો કે, રાજ્યભરમાં ઠંડકનો પારો આસમાને પહોંચ્યો હોય તેવી રીતે રાજ્યનાં મહાનગરોમાં પણ હાડ થીજાવી દેતી ઠંડી નોંધાઇ છે.
અમદાવાદ સહિત 9 શહેરમાં ઠંડીનો પારો 13 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેમાં નલિયા 4.1 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 12.4 ડિગ્રી ઠંડી હતી. જ્યારે વડોદરામાં લઘુત્તમ 13.0 ડિગ્રી, સુરતમાં લઘુત્તમ 14.7 ડિગ્રી, રાજકોટમાં લઘુત્તમ 10.6 ડિગ્રી અને પાટનગર ગાંધીનગરમાં 8.0 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વધુમાં જણાવી દઇએ કે, આ હાડ થીજવતી ઠંડી આગામી દિવસોમાં વધશે તેવી પૂરી સંભાવનાઓ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…