Not Set/ 6 મનપા માટે આવતીકાલે હાથ ધરાશે મતગણતરી, જાણો કેવી છે વ્યવસ્થા…

6 મનપા માટે આવતીકાલે હાથ ધરાશે મતગણતરી, જાણો કેવી છે વ્યવસ્થા…

Gujarat Others
accident 27 6 મનપા માટે આવતીકાલે હાથ ધરાશે મતગણતરી, જાણો કેવી છે વ્યવસ્થા...

ગુજરાતમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા રવિવારે પૂર્ણ થઈ ગઈ છે. આવતી કાલે મંગળવારે સવારે આ 6 મનપા માટે મત ગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગ દર્શિકા અનુસાર આવતી કાલે 6 મનપાની ગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્યની 6 મહાનગર પાલિકામાં સરેરાશ 45.64 ટકા મતદાન યોજાયુ હતું.

અમદાવાદમાં બે સેન્ટરએ મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવશે. એલ ડી એન્જીનીયર કોલેજ ખાતે 24 વૉર્ડની ગણતરી કરવામાં આવશે. જેમાં થલતેજ, મકતમપુરા, ઇન્દ્રપુરી, વસ્ત્રાલ, રામોલ – હાથીજણ, સરદારનગર, કુબેરનગર, નરોડા, દરિયાપૂર, ખાડિયા,જમાલપુર,સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, બહેરામપુરા , લંભા, વટવા, પાલડી, વાસણા, નવરંગપુરા, બાપુનગર, સરસપુર -રખિયાલ, ગોમતીપુર વિગેરે વોર્ડ નો સમાવેશ થાય છે. સવારે 9 વાગે પ્રથમ 8 વોર્ડની ગણતરી એલ ડી ખાતે હાથ ધરાશે

જયારે ગુજરાત કોલેજ ખાતે સાબરમતી, ચાંદખેડા, રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, દાણીલીમડા, જોધપુર, ઇસનપુર, મણિનગર, વેજલપુર, સરખેજ, નવા વાડજ, નારણપુરા, સ્ટેડિયમ, અમરાઈવાળી, ભાઈપુરા  હાટકેશ્વર, ખોખરા, નિકોલ, વિરાટ નગર, ઓઢવ, શાહપુર, શાહીબાગ, અસારવા વિગેરે વોર્ડની ગણતરી હાથ ધરવામાં આવશે.

સુરતમાં મતગણતરી પીપલોદ અને મજૂરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે. જયારે રાજકોટમાં શહેરમાં 6 અલગ-અલગ સેન્ટર પર મત ગણતરી હાથ ધરાશે. જેમાં વીરબાઈ મહિલા કોલેજ, એએસ ચૌધરી હાઈસ્કૂલ, એસવી વિરાણી હાઈસ્કૂલ, પીડી માલવિયા કોલેજ, રણછોડદાસજી કોમ્યુનિટી હોલ નો સમાવેશ થાય છે.

મતગણતરી માટે  કોરોના માર્ગદર્શિકા

 મતગણતરી માટે એક હોલમાં 7 જ ટેબલ ગોઠવાશે.  મત ગણતરીમાં રોકાયેલ તમામ સ્ટાફે માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે.  થર્મલ ગન, હોલને સેનેટાઈઝ કરવો પડશે.  જો એજન્ટ સંક્રમિત જણાય તો અન્ય એજન્ટ નીમી શકાશે.  સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે આયોજન કરવાનું રહેશે.  મતગણતરી સ્થળ પર યોગ્ય પબ્લિક એડ્રેસ સીસ્ટમ ગોઠવવા સૂચના આપી છે.