Crime/ ભાવનગર: મર્ડર કેસમાં પેરોલ ભંગ કરીને નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

મોરબી જીલ્લાના માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં નાથા ભાઇ ભાણાભાઇ સોમાણી ( ઉ.વ.૪૦ ,ધંધો: મજુરી રહે.વવાણીયા, તા.માળીયા મીયાણા જી.મોરબી વાળા)ની પોલીસે ધરપકડ કરીને તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવેલ હતો અને થોડા સમય બાદ આરોપીએ પેરોલ રજાની માંગણી કરતા તા.૧૬/૧૦/૨૦૧૮ થી દિન-૧૦ ના વચગાળાના પેરોલ રજા ઉપર રાજકોટ મધ્યસ્થ […]

Gujarat
5525ea90 5fe2 446c b209 eb7bb7f6efee ભાવનગર: મર્ડર કેસમાં પેરોલ ભંગ કરીને નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

મોરબી જીલ્લાના માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં નાથા ભાઇ ભાણાભાઇ સોમાણી ( ઉ.વ.૪૦ ,ધંધો: મજુરી રહે.વવાણીયા, તા.માળીયા મીયાણા જી.મોરબી વાળા)ની પોલીસે ધરપકડ કરીને તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવેલ હતો અને થોડા સમય બાદ આરોપીએ પેરોલ રજાની માંગણી કરતા તા.૧૬/૧૦/૨૦૧૮ થી દિન-૧૦ ના વચગાળાના પેરોલ રજા ઉપર રાજકોટ મધ્યસ્થ જેલ માંથી મુકત કરવામાં આવેલ અને તા.૨૭/૧૦/૨૦૧૮ ના રજા પુરી થયે જેલમાં પરત થવાનું હતું પરંતુ આરોપી જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ હતો.

ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં તથા પેરોલ ફર્લો સ્કોડના માણસોને તળાજા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે રાજકોટ મધ્યસથ જેલનો પાકા કામનો આરોપી નાથાભાઇ ભાણાભાઇ સોમાણી તળાજાના દિહોર ગામ અને માંડવાળી ગામની વચ્ચે રોડ ઉપર ઉભેલ હોવાની બાતમી મળતા એલ.સી. બી. સ્ટાફના માણસો બાતમી વાળી જગ્યા એ જઇ પેરોલ રજા ઉપરના આરોપી નાથાભાઇ ભાણા ભાઇ સોમાણીને માંડવાળી ગામ પાસેથી પકડી લઇ તેની અટકાયત કરી, જરૂરી કાયર્વાહી કરી, રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવા તજવીજ કરી હતી.આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગ દર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા તથા રાજેન્દ્રસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.