કૃષિ આંદોલન/ ટ્રેક્ટર પરેડ પહેલા સિંધુ અને ટિંકરી બોર્ડર પર ખેડૂતોએ તોડ્યા બેરિકેડ્સ

કેન્દ્ર સરકારનાં ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન આજે 62 માં દિવસે પ્રવેશ કરી ચૂક્યું છે….

India
s 1 ટ્રેક્ટર પરેડ પહેલા સિંધુ અને ટિંકરી બોર્ડર પર ખેડૂતોએ તોડ્યા બેરિકેડ્સ

કેન્દ્ર સરકારનાં ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન આજે 62 માં દિવસે પ્રવેશ કરી ચૂક્યું છે. કાયદાઓ રદ કર્યા વગર ખેડૂત મેદાન છોડવા તૈયાર નથી. જણાવી દઇએ કે, દિલ્હી પોલીસની મંજૂરી મળ્યા બાદ આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે ખેડૂતો ત્રણેય કૃષિ કાયદાની વિરુધ્ધ દિલ્હીમાં ‘ટ્રેક્ટર પરેડ’ નિકાળવાના છે. આ માટેની સંપૂર્ણ તૈયારી પહેલા જ કરી દેવામાં આવી હતી.

જો કે, કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, સિંઘુ, ટિકરી અને લોની સરહદ પરનાં ખેડૂતોએ દિલ્હી પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરિકેડ્સ તોડી નાખ્યા છે અને પ્રજાસત્તાક દિનની ઉજવણી પહેલા દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, આ પહેલા ખેડૂતોએ પરેડ માટે ટ્રેકટરોની સફાઇ કરી હતી. ત્રિરંગો અને બેનરો લગાવવામાં આવ્યા છે. પ્રજાસત્તાક દિનની ઉજવણી અને ખેડૂતોનાં સૂચિત ટ્રેક્ટર પરેડને ધ્યાનમાં રાખીને રાજપથ અને રાષ્ટ્રીય રાજધાનીની અનેક સરહદો પર હજારો સશસ્ત્ર સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

ખેડૂત સંગઠનોએ વિવાદિત ત્રણ કૃષિ કાયદાનાં વિરોધમાં જણાવ્યું હતું કે, તેમની પરેડ મધ્ય દિલ્હીમાં પ્રવેશ કરશે નહીં અને પ્રજાસત્તાક દિન પર યોજાયેલી સત્તાવાર પરેડની સમાપ્તિ પછી જ તેની શરૂઆત થશે. યુનિયનોએ દાવો કર્યો છે કે લગભગ બે લાખ ટ્રેકટરો તેમની પરેડમાં ભાગ લે તેવી અપેક્ષા છે અને તે સિંઘુ સરહદ, ટીકરી બોર્ડર અને ગાજીપુર (યુપી ગેટ) થી રવાના થશે.

announced / દિલ્હી જવાના તમામ રસ્તાઓ બંધ, ટ્રેકટર પરેડને ધ્યાનમાં રાખીને ટ્રાફિક એડવાઇઝરી જાહેર

PM Modi / 72માં ગણતંત્ર દિવસની  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ પાઠવી શુભકામના, ટ્વીટર પર દેશવાસીઓને સંબોધીને લખ્યું જય હિન્દ..

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો