Not Set/ પદ્માવતના વિરોધનો વંટોળ દેશભરમાં જામ્યો, દિલ્લી-જયપુર હાઈવે બ્લોક, ગુરુગ્રામમાં લાગુ કરાઈ ધારા ૧૪૪

નિર્દેશક સંજય લીલા ભણસાલી દ્વારા નિર્મિત ફિલ્મ પદ્માવત ફિલ્મ છેલ્લા એક વર્ષથી વિવાદોમાં સપડાયેલી છે. આ બહુચર્ચિત ફિલ્મ આગામી ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે ત્યારે આ ફિલ્મને લઇ દેશભરમાં વિરોધનું વંટોળ જામ્યું છે. દેશભરમાં ઠેર-ઠેર જગ્યાએ તોડફોડ, આગજનીની ઘટનાઓ સામે આવી રહી છે. Protest against #Padmavaat in Mathura, protesters stop train at Bhuteshwar railway station […]

India
DUSnj7kW4AEwRjZ પદ્માવતના વિરોધનો વંટોળ દેશભરમાં જામ્યો, દિલ્લી-જયપુર હાઈવે બ્લોક, ગુરુગ્રામમાં લાગુ કરાઈ ધારા ૧૪૪

નિર્દેશક સંજય લીલા ભણસાલી દ્વારા નિર્મિત ફિલ્મ પદ્માવત ફિલ્મ છેલ્લા એક વર્ષથી વિવાદોમાં સપડાયેલી છે. આ બહુચર્ચિત ફિલ્મ આગામી ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે ત્યારે આ ફિલ્મને લઇ દેશભરમાં વિરોધનું વંટોળ જામ્યું છે. દેશભરમાં ઠેર-ઠેર જગ્યાએ તોડફોડ, આગજનીની ઘટનાઓ સામે આવી રહી છે.

પદ્માવત ફિલ્મની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે. ત્યારે આ ફિલ્મને લઇ વિરોધ પ્રદર્શન વધુ તેજ બન્યું છે. દેશભરમાં રાજપૂત સમુદાયના લોકો દ્વારા વિરોધ વધુ તેજ બની રહ્યું છે. મથુરા, ભુવનેશ્વર, લખનૌ, દિલ્લી-જયપુર હાઇવે પર ફિલ્મના રિલીઝના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ભુવનેશ્વર રેલ્વે સ્ટેશન પર પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકવાની કોશિશ કરી હતી. આ ઉપરાંત લખનઉના વેવ સિનેમા બહાર પોલીસે સુરક્ષા વધારી દેવામાં આવી રહી છે. કેટલાક તોફાની તત્વોએ દિલ્લી-જયપુર હાઇવે પર ચક્કાજામ કર્યું હતું અને ફિલ્મના પોસ્ટર પણ સળગાવ્યા હતા.

હરિયાણામાં પણ સંજયલીલા ભંસાલી દ્વારા નિર્મિત પદ્માવત ફિલ્મ પર સંકટ વધુ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં આ ફિલ્મ પર અઘોષિત પ્રતિબંધ મુકવા જેવા સંજોગો ઉભા થયા છે. આ ઉપરાંત કરની સેનાની ધમકી બાદ ૮૦ ટકા સિનેમાગૃહોના માલિકોએ આ ફિલ્મને ન બતાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ગુરુગ્રામમાં પણ ધારા ૧૪૪ લાગુ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, આ પહેલા દેશભરમાં પદ્માવત ફિલ્મના રિલીઝ અંગે અનેક રાજ્યોએ ઉગ્ર પ્રદર્શન અને વિરોઘને જોતા અસહમતી દર્શાવી હતી અને સુપ્રીમ કોર્ટમાં પણ આ અંગે સુનવણી કરવામાં આવી હતી. સુનવણી બાદ સુપ્રીમ કોર્ટે આ ફિલ્મને દેશભરમાં રિલીઝ કરવા માટે આદેશ આપ્યો હતો. પરંતુ આ આદેશ બાદ પણ કેટલાક તુફાની તત્વોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગઈકાલે આ જ પ્રમાણે પણ કેટલાક તુફાની તત્વોએ ગુજરાતના અમદાવાદ સ્તિથ થલતેજ અને હિમાલય મોલના વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી બાઈકોને આગને હવાલે કરી હતી તેમજ સિનેમાગૃહોમાં તોડફોડ કરી હતી.