Not Set/ #CoronaIndia/ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 857 નાં મોત

  આજે સવાર સુધીમાં ભારતમાં કોરોનાનાં કુલ કેસ 19 લાખને વટાવી ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 52,509 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે, જ્યારે 857 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આ સાથે, દેશમાં કોરોનાવાયરસનાં કુલ 19,08,254 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 857 દર્દીઓનાં મોત બાદ દેશમાં આ રોગથી મૃત્યુ પામનારા કુલ દર્દીઓની સંખ્યા 39,795 રહી […]

India
12e09f8d64839d312bf7ad5f8993aabc #CoronaIndia/ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 857 નાં મોત
12e09f8d64839d312bf7ad5f8993aabc #CoronaIndia/ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 857 નાં મોત 

આજે સવાર સુધીમાં ભારતમાં કોરોનાનાં કુલ કેસ 19 લાખને વટાવી ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 52,509 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે, જ્યારે 857 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આ સાથે, દેશમાં કોરોનાવાયરસનાં કુલ 19,08,254 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 857 દર્દીઓનાં મોત બાદ દેશમાં આ રોગથી મૃત્યુ પામનારા કુલ દર્દીઓની સંખ્યા 39,795 રહી છે. આપને જણાવી દઈએ કે, દેશમાં અત્યાર સુધીમાં 12,82,215 લોકો આ રોગથી ઠીક થયા છે. છેલ્લા 24 કલાકમાં સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા 51,706 છે. દેશમાં હાલમાં રિકવરી દર 67.19% પર ચાલી રહ્યો છે, જ્યારે પોઝિટિવિટી રેટ 8.47% છે. એટલે કે, એક દિવસમાં જેટલા સેમ્પોલની ટેસ્ટિંગ થઇ રહી છે તેમાથી 8.47 ટકા કેસો પોઝિટિવ આવી રહ્યા છે. ટેસ્ટિંગની વાત કરીએ તો 4 ઓગસ્ટનાં રોજ દેશમાં કુલ 6,19,652 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. વળી, દેશમાં કુલ 2,14,84,402 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.