Not Set/ Auto Sector Crisis : મંદીની આવી સુનામી, ઓગષ્ટ માસમાં જોવા મળ્યો રેકોર્ડ ઘટાડો

દેશમાં આર્થિક મંદીએ પગ પેસારો કરી દીધો છે, જેની અસર હવે દરેક સેક્ટરમાં જોવા મળી રહી છે. જ્યા સુધી ઓટો સેક્ટરની વાત છે અહી ગાડીઓની ઘટતુ વેચાણ આજ અને આવતીકાલને ઘણુ પ્રભાવિત કરશે તેવી પૂરી સંભાવનાઓ છે. આ સ્પષ્ટરૂપે બતાવે છે કે આપણો દેશ મંદી તરફ જઇ રહ્યો છે. મારુતિ, ટાટા, હ્યુન્ડાઇથી લઇને તમામ કંપનીઓનું […]

Tech & Auto
car sales Auto Sector Crisis : મંદીની આવી સુનામી, ઓગષ્ટ માસમાં જોવા મળ્યો રેકોર્ડ ઘટાડો

દેશમાં આર્થિક મંદીએ પગ પેસારો કરી દીધો છે, જેની અસર હવે દરેક સેક્ટરમાં જોવા મળી રહી છે. જ્યા સુધી ઓટો સેક્ટરની વાત છે અહી ગાડીઓની ઘટતુ વેચાણ આજ અને આવતીકાલને ઘણુ પ્રભાવિત કરશે તેવી પૂરી સંભાવનાઓ છે. આ સ્પષ્ટરૂપે બતાવે છે કે આપણો દેશ મંદી તરફ જઇ રહ્યો છે. મારુતિ, ટાટા, હ્યુન્ડાઇથી લઇને તમામ કંપનીઓનું વેચાણ ઓછુ થઈ ગયું છે.

કારનાં વેચાણની વાત કરીએ તો ઓગષ્ટ 2019 ની સરખામણીએ ઓગષ્ટ 2019 માં ઓટો સેક્ટરમાં 29 ટકાનો ઘટાડો નોંધાયો છે. મારુતિનાં સેલમાં 36 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ઓગષ્ટ 2019 માં મારુતિએ 93,173 કારોનું વેચાણ કર્યુ હતુ, જ્યારે ગત વર્ષે ઓગષ્ટમાં 1,45,895 કારોનું વેચાણ થયુ છે. કારનાં વેચાણમાં હ્યુન્ડાઇ મોટર્સમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો છે. હ્યુન્ડાઇએ ઓગષ્ટ 2019 માં કુલ 38,205 કારનું વેચાણ કર્યુ હતુ, જ્યારે ગત વર્ષે ઓગષ્ટમાં 45,801 કારોનું વેચાણ નોંધાયુ હતુ.

આ રીતે ટાટા મોટર્સનાં વેચાણમાં 49 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ઓગષ્ટ 2019 માં ટાટાએ 29,140 કારોનું વેચાણ કર્યું હતું, જેની તુલનામાં ગત વર્ષે ઓગષ્ટમાં 57,210 કારોનું વેચાણ થયુ હતુ. કહી શકાય કે લગભગ બધી ઓટો કંપનીઓની આ જ હાલત છે. જો હોન્ડા કંપનીની વાત કરીએ તો તેમાં હોન્ડા કારનાં વેચાણમાં 51.3 ટકા અને ટોયોટાનાં વેચાણમાં 24.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

પીએચડી ચેમ્બરનાં મુખ્ય આર્થિક સલાહકાર એસપી શર્મા કહે છે કે, આર્થિક મંદીની શરૂઆત ઘણા સમય પહેલા થઈ હતી, સરકારે લીધેલા પગલા હવે ઘણા મોડા થયા છે. ટોયોટા કિર્લોસ્કર મોટર વાહનનું વેચાણ ઓગષ્ટમાં 21 ટકા ઘટીને 11,544 એકમ થયું હતું. ટોયોટા કિર્લોસ્કર મોટરએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે ગયા વર્ષે ઓગષ્ટમાં તેણે 14,581 વાહનો વેચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.