ગુજરાત હવામાન/ રાજ્યમાં 45 ડિગ્રી તાપમાન વધવાની હવામાન નિષ્ણાતની આગાહી

હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ મે મહિનો વધુ આકરો રહેશે. મે મહિનામાં લોકોએ અંગ દઝાડતી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે.

Top Stories Gujarat
Beginners guide to 2024 04 24T141331.457 રાજ્યમાં 45 ડિગ્રી તાપમાન વધવાની હવામાન નિષ્ણાતની આગાહી

ગુજરાત : રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અને હજુ આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધારો થવાની હવામાન નિષ્ણાતે આગાહી કરી છે. હાલમાં રાજ્યમાં 38 થી 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહે છે. રાજ્યમાં હવાની ગુણવત્તા બિન આરોગ્યપ્રદ હોવાનું સામે આવ્યું છે. એપ્રિલ મહિનાના આ અંતિમ સપ્તાહમાં વડોદરા અન આણંદમાં ગરમીનો પારો વધશે જ્યારે આગામી સપ્તાહમાં રાજ્યમાં તાપ 45 ડિગ્રી સુધી જઈ શકે છે.

હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ મે મહિનો વધુ આકરો રહેશે. મે મહિનામાં લોકોએ અંગ દઝાડતી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. નિષ્ણાતની આગાહી મુજબ રાજ્યમાં કેટલાક સ્થાનો પર ગરમીનો પારો ઉચકાતા 45 ડિગ્રી અથવા તેનાથી પણ વધુ તાપમાન ઊંચે જઈ શકે છે. રાજ્યના મુખ્ય શહેરો એવા વડોદરા, આણંદ, અમદાવાદ અને ગાંધીનગરમાં કાળઝાળ ગરમીમાં લોકો શેકાશે. જ્યારે ઉત્તર સૌરાષ્ટ્રમાં આ વિસ્તારો કરતા ઓછું તાપમાન એટલે કે 41 ડિગ્રી તાપમાન જોવા મળી શકે. હવામાન નિષ્ણાતે તાપમાનમાં વધારાની આગાહી કરતા મે મહિનાની શરૂઆત સાથે પ્રી-મોનસૂન એક્ટિવિટીની સંભાવના વ્યક્ત કરી છે. સાથે મે મહિનાના મધ્યમાં આંધી-વટોળ સાથે વરસાદની પણ આગાહી કરી છે.

હાલમાં ગરમીનો પારો વધતા લોકોમાં હિટસ્ટ્રોકના બનાવો વધ્યા છે. ગરમીની સિઝનમાં લોકોને ચક્કર આવવા સાથે સ્વાસ્થ્ય સમસ્યાઓ વધતા તંત્ર દ્વારા તકેદારી રૂપે જાહેર માર્ગો પર પાણીની પરબો ખોલવામાં આવી છે. સાથે ઓઆરએસના પાઉચનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય મંત્રાલય દ્વારા અપીલ કરવામાં આવી છે કે લોકો હીટસ્ટ્રોકથી બચવા કેટલીક બાબતોનું અવશ્ય ધ્યાન રાખો. જેમ કે, ગરમીની સિઝનમાં કોટન અને સુતરાઉ અને ખુલ્લા કપડા પહેરવા, પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવું, તીખા અને તળેલા ખાદ્ય પદાર્થો ખાવાનું ટાળવું, લીંબુ પાણી ઉપરાંત ગરમીમાં બહાર નીકળો ત્યારે આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ પહેરવા. બપોરે 12 વાગ્યાથી 3 ના સમયમાં તડકામાં બહાર જવાનું ટાળવું. લૂ લાગવાથી દૂર રહેવા કેરી અને ડુંગળીનું કચુંબરનું સેવન કરવા જેવા સૂચનો કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ

આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ