Not Set/ #CoronaEffect/ લોકડાઉનમાં ફસાયેલા મજૂરો માટે કર્ણાટક સરકારે લોન્ચ કર્યુ પોર્ટલ

લોકડાઉન દરમિયાન અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકો માટે રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે. ગૃહ મંત્રાલયે કામદારો, વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોને ઘરે પરત ફરવાની શરતી મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારનાં નિર્ણય બાદ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં લોકો એકત્ર થવા લાગ્યા હતા. વળી કર્ણાટક સરકારે બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન પર વધુ ભીડ ન થાય તે માટે એક […]

India
e6e66990a72e6cd38eda338ce60a75dd #CoronaEffect/ લોકડાઉનમાં ફસાયેલા મજૂરો માટે કર્ણાટક સરકારે લોન્ચ કર્યુ પોર્ટલ
e6e66990a72e6cd38eda338ce60a75dd #CoronaEffect/ લોકડાઉનમાં ફસાયેલા મજૂરો માટે કર્ણાટક સરકારે લોન્ચ કર્યુ પોર્ટલ

લોકડાઉન દરમિયાન અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકો માટે રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે. ગૃહ મંત્રાલયે કામદારો, વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોને ઘરે પરત ફરવાની શરતી મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારનાં નિર્ણય બાદ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં લોકો એકત્ર થવા લાગ્યા હતા. વળી કર્ણાટક સરકારે બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન પર વધુ ભીડ ન થાય તે માટે એક મોટું પગલું ભર્યું છે. હવે લોકોએ કર્ણાટક જવા અથવા આવવા માટે ઓનલાઇન નોંધણી કરાવી પડશે. જે બાદ સરકાર તેમને મોકલવાનો નિર્ણય કરશે.

કર્ણાટકનાં વહીવટી અધિકારીઓનાં જણાવ્યા અનુસાર રાજ્ય દ્વારા લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે સેવા સિંધૂ નામનું પોર્ટલ બનાવવામાં આવ્યું છે. રાજ્યમાં જવા-આવતા લોકો અહી જઇને નોંધણી કરી શકે છે. ત્યારબાદ રાજ્ય સરકાર તેમના માટે જવા કે આવવા માટેની વ્યવસ્થા કરશે. વળી વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું છે કે નોંધણીનો અર્થ એ નથી કે તમને મુસાફરી કરવાની પરવાનગી મળી છે. નોંધણી પછી, રાજ્ય સરકાર પાસ ઇશ્યૂ કરશે અથવા સુવિધા મુજબ લોકોની અવર-જવરની વ્યવસ્થા કરશે. આ ઉપરાંત રાજ્ય સરકારે લોકોને એક જિલ્લાથી બીજા જિલ્લામાં જવા માટે શરતી મંજૂરી આપી છે. બીજી તરફ, રવિવારે બેંગલુરુથી પટના અને ભુવનેશ્વર સુધીની વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી.

કર્ણાટકનાં મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાએ રવિવારે આ કેસમાં માહિતી આપતા કહ્યું કે, સરકારે KSRTC ને મજૂરોને વતન જવાનુ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. આ સમય દરમિયાન તેમની પાસેથી કોઈ ભાડુ લેવામાં આવશે નહીં. સરકાર તરફથી આ સુવિધા આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. યેદિયુરપ્પા સરકારનાં ડબલ-ભાડાનાં હુકમનો વિરોધ પક્ષો અને માનવાધિકાર સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.