Covid-19/ કોરોનાએ તોડ્યાં આજ સુધીનાં તમામ રેકોર્ડ, દેશમાં 24 કલાકમાં 1.03 લાખથી વધુ નોંધાયા કેસ

દેશમાં કોરોનાવાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આજે તો તેમા રેકોર્ડબ્રેક કેસનો આંક નોંધાયો છે. આપને જણાવી દઇએ કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.03 લાખથી વધુ કેસ સામે આવ્યા છે.

Top Stories India
  • કોરોનાએ તોડ્યાં આજ સુધીના તમામ રેકોર્ડ,
  • દેશમાં 24 કલાકમાં 1.03 લાખથી વધુ કેસ,
  • કોરોનાનો 16 સપ્ટેમ્બર, 2020નો રેકોર્ડ તૂટ્યો,
  • 16 સપ્ટેમ્બરે 97,856 કેસ નોંધાયા હતાં,
  • આ પહેલાં આટલા કેસ નથી નોંધાયા ક્યારેય,
  • મહારાષ્ટ્રમાં જ 24 કલાકમાં 57,074 કેસ,
  • એક્ટિવ કેસનો રાફડો ફાટ્યો: 7.30 લાખ,
  • દેશના 18 રાજ્યોમાં કેસમાં બમ્પર વધારો,
  • અનેક રાજ્યોમાં તોળાતું આંશિક લોકડાઉન,
  • દેશમાં કુલ કેસ સવા કરોડને પાર

દેશમાં કોરોનાવાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આજે તો તેમા રેકોર્ડબ્રેક કેસનો આંક નોંધાયો છે. આપને જણાવી દઇએ કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.03 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. આ પહેલા સૌથી વધુ કેસ 16 સપ્ટેમ્બર, 2020 નાં રોજ નોંધાયા હતા. આ દરમિયાન 97,856 કેસ નોંધાયા હતા.

મેલબોર્ન / કોરોનાની ઓસ્ટ્રેલિયામાં No Entry, લોકોએ ઇસ્ટરનો તહેવાર ધામધૂમથી ઉજવ્યો

ભારત સહિત વિશ્વનાં 180 થી વધુ દેશો કોરોનાવાયરસનાં પ્રકોપમાં આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસનાં મામલે હવે દુનિયાભરમાં ભારત અમેરિકા અને બ્રાઝિલથી આગળ દેખાઇ રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં કોરાનાનાં 1.03 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. આ પહેલા આટલા કેસ ક્યારે પણ નોંધાયા નથી. વળી એક્ટિવ કેસ 7.30 લાખે પહોંચી ગઇ છે. મહારાષ્ટ્રની જો વાત કરીએ તો અહી હાલમાં કોરોનાવાયરસે સૌથી વધુ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ કરી દીધુ છે. અહી છેલ્લા 24 કલાકમાં 57,074 કેસ નોંધાયા છે. જેમાં કુલ 222 લોકોનાં મોત થયા છે. જેમાં  કુલ કેસ હવે 30 લાખને પાર નોધાયો છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ 27,508 નોંધાયો છે. એટલે કે આટલા દર્દીઓ ઠીક થઇને ઘરે પરત ફર્યા છે. હાલ એક્ટિવ કેસ 4.30 લાખની સપાટીએ દેખાઇ રહ્યો છે.

ભાજપમાં કોરોનાનો ભરડો / સાંસદ, મંત્રીઓ, ડે.મેયર અને ઉમેદવાર સહીત અનેક કોરોના સંક્રમિત, જાણો કયા નેતાઓ ફસાયા કોરોનાના સકંજામાં 

આપને જણાવી દઇએ કે, દેશનાં 18 રાજ્યોમાં કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. જેમા મહારાષ્ટ્ર સૌથી ઉપર છે. વળી આ કોરોનાવાયરસનાં વધતા કેસ વચ્ચે અનેક રાજ્યોમાં આંશિક લોકડાઉન કરવામાં આવેલ છે. જણાવી દઇએ કે, દેશમાં કુલ કેસ સવા કરોડને પાર પહોંચી ગયા છે. ભારત સિવાય હવે પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ કોરોનાએ પોતાનો કેર શરૂ કરી દીધો છે. વધતા કોરોનાનાં કેસનાં કારણે બાંગ્લાદેશની સરકારે સોમવારથી સમગ્ર દેશમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. પેસેન્જર ટ્રેન કે ઘરેલુ ફ્લાઇટ્સ ત્યાં દોડશે નહીં જો કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચાલુ રહેશે. બાંગ્લાદેશ સરકારે એમ પણ કહ્યું છે કે જો લોકડાઉનનાં આ 7 દિવસમાં પણ જો કોરોનાને નિયંત્રિત કરી શકાશે નહી, તો આ પ્રતિબંધો હજી પણ આગળ વધી શકે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ