Not Set/ સોનિયા ગાંધીએ રાયબરેલી બેઠકથી ઉમેદવારી પત્ર ભર્યું, કર્યો હુંકાર: મોદીએ વર્ષ 2004 ના ભૂલવું જોઇએ

રાયબરેલી, આજે પ્રથમ તબક્કાના મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયબરેલી બેઠક પરથી ચોથી વાર ઉમેદવારી પત્ર ભર્યું છે. આ પહેલા તેમણે રોડ શો કર્યો હતો જેમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. Earlier visuals: Sonia Gandhi filed her nomination from Raebareli. Rahul Gandhi, Priyanka Gandhi Vadra & […]

Top Stories

રાયબરેલી,

આજે પ્રથમ તબક્કાના મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયબરેલી બેઠક પરથી ચોથી વાર ઉમેદવારી પત્ર ભર્યું છે. આ પહેલા તેમણે રોડ શો કર્યો હતો જેમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉમેદવારી પત્ર બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે મોદીને વર્ષ 2004ને ના ભૂલવું જોઇએ તેવી ચેતવણી આપી હતી. ત્યારે વાજપેયી અજેય હતા છત્તા કોંગ્રેસ જીતી હતી તેવું પણ ઉમેર્યું હતું. જણાવી દઇએ કે સોનિયા ગાંધી 2004 થી આ બેઠક પરથી ચૂંટણી લડી રહી છે ત્યારે તેનો મુકાબલો ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહથી થશે.

ઉમેદવારી નોંધાવતા પહેલા પૂજા-પાઠ કરાયા હતા. 1967 થી ગાંધી પરિવાર પૂજા-પાઠ કર્યા બાદ જ કલેક્ટર કચેરીએ નામાંકન દાખલ કરવા માટે પહોંચે છે. આ પહેલા કરાયેલા રોડ શોમાં રસ્તા પર કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા. લોકો હાથમાં કોંગ્રેસના ઝંડાની સાથે, ન્યાય યોજનાના પ્રચારના ટીશર્ટ લઇ નીકળ્યા હતા. લગભગ 700 મીટરના રસ્તા પર રોડ શો કરતાં સોનિયા ગાંધી કલેકટર કચેરી પહોંચ્યા અને ઉમેદવારી પત્ર ભર્યું હતું.