Not Set/ Election 2019 પ્રથમ તબક્કાના મતદાનમાં આ  કેન્દ્રીય મંત્રીઓ તથા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ ઉપર

નવી દિલ્લી, 17મી લોકસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાના મતદાનમાં 14 કરોડ મતદાતા 91 બેઠક પર 1,279 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે.  જે 23 મેના રોજ ખબર પડશે. આજે 20 રાજ્યોની 91 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન થઈ રહ્યું છે.  પીએમ મોદીના નેતૃત્વમાં બીજેપી ફરી સત્તામાં આવવા કમર કસી રહી […]

India

નવી દિલ્લી,

17મી લોકસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાના મતદાનમાં 14 કરોડ મતદાતા 91 બેઠક પર 1,279 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે.  જે 23 મેના રોજ ખબર પડશે. આજે 20 રાજ્યોની 91 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન થઈ રહ્યું છે.  પીએમ મોદીના નેતૃત્વમાં બીજેપી ફરી સત્તામાં આવવા કમર કસી રહી છે તો કોંગ્રેસ પર મજબૂતી સાથે આગળ વધી રહી છે.  વિપક્ષ લોકતંત્ર બચાવવાના મુદ્દા સાથે  ચૂંટણીમાં ઉતર્યું છે તો બીજેપી રાષ્ટ્રવાદ અને વિકાસના મુદે ચૂંટણી લડી રહી છે. આવો જાણીએ કે કઈ બેઠક પર  ક્યા મોટા દિગ્ગજો મેદાનમાં ઉતર્યા છે ઇને ક્યાં તેમની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી છે.

નીતિન ગડકરી – નાના પટોલે

નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી લોકસભા ચૂંટણી લડી રહ્યાછે  તેમની સામે કોંગ્રેસના  ઉમેદવાર નાના પટોલે છે આ એ જ નાના પટોલે છે જેમણે  2014માં બીજેપીના ઉમેદવાર પ્રફુલ્લ પટેલ જેવા કદાવર નેતાને હરાવ્યા હતા.

કિરણ રિજિજૂ- તુકી

પૂર્વોતરની વાત કરીએ તો  કેન્દ્રીય ગૃહમંત્રી કિરણ રિજિજૂ અરૂણાચલ પશ્ચિમની સીટ પરથી મેદાનમાં છે અને તેમની સામે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી નવાબ તુકીએ ઝંપલાવ્યું છે  2014માં આ બેઠક પર કિરણ રિજિજૂએ  41, 738 મતોથી જીત મેળવી હતી. આ વખતે મતદારો કોને પસંદ કરે છે તે જોવું રહ્યું.

સંજીવ બાલયાન-અજિત સિંહ

સાંપ્રદાયિક મુદ્દે સંવેદનશીલ મનાતી મુઝ્ફ્ફરનગરની બેઠક પરથી બીજેપી સાંસદ સંજીવ બાલયાન મેદાનમાં છે અને તેમની સામે રાષ્ટ્રીય લોક દળના ચૌધરી અજિત સિંહ ચૂંટણી લડી રહ્યા છએ.  2014માં મુઝફ્ફરનગર કોમી તોફાનોમાં સળગ્યું હતું.  જેમાં 6 લોકોના મોત થયા હતા.  અને 50 હજાર કરતાં વધુ પરિવાર વિસ્થાપિત થયા હતા.  આ તોફાનો 2013માં થયા હતા.  અને 2014ની ચૂંટણીમાં સંજીવ બાલયાને બસપના કાદિર રાણાને 4 લાખ વોટથી હાર આપી હતી.

સત્યપાલ સિંહ-જયંત ચૌધરી

કેન્દ્રીય મંત્રી સત્યાપાલ સિંહ રિટાયર્ડ આર્મી ઓફિસર છે. બાગપત લોકસભા બેઠક પર તેમની સામે રાલોદના અજિત સિંહના દીકરા જયંત સિંહ ચૂંટણી લડી રહ્યા છએ.  બાગપત લોકસભા બેઠક ચૌધરી પરિવારનો ગઢ મનાય છે  જોકે 2014માં સત્યાપાલ સિંહ અહીંથી ચૂંટણી જીત્યા હતા.

ચિરાગ પાસવાન- ભૂદેવ ચૌધરી

બિહારની જમુઈ બેઠક પરથી લોજપા નેતા ચિરાગ પાસવાન ઉમેદવાર છે અને તેમનો મુકાબલ રાલોસપાના નેતા ભૂદવે ચૌધરી સામે છે. 2008 બાદ અસ્તિત્વમાં આવેલી આ બેઠક ઉપરથચી 2009માં જીત મેળવ્યા બાદ ભૂદેવ ચૌધરી અહીંના પ્રથમ સાંસદ બન્યા હતા. જોકે 2014માં ચિરાગ પાસવાન જીતી ગયા હતા.

મુકુલ સંગમા-અગાથા સંગમા

પૂર્વ મુખ્યમંત્રી  અને કોંગ્રેસ નેતા મુકુલ સંગમા મેઘાલયની તુરા બેઠક પરથી ચૂંટણીમાં ઉતર્યા છે તો તેમની સામે એનપીપી ઉમેદવાર અગાથા સંગમા અને ભાજપા ઉમેદવાર રિકમાન જી.મોમિન એમ ત્રિકોણિયો જંગ જામ્યો છે.

ગાઝિયાબાદ

પૂર્વ સેના પ્રમુખ અને વિદેશ રાજ્યમંત્રી જનરલ વી.કે.સિંહ સતત બીજીવાર ગાઝિયાબાદથી ચૂંટણીમાં લડી રહ્યા છે તેમની સામે કોંગ્રેસના ડાલી શર્મા અને  સપા-બસપા ગઠબંધનના સુરેશ બંસલ ચૂંટણી લડી રહ્યા છે.

હંસરાજ આહિર- નારાયણ ધનોકર

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હસંરાજ  આહિર મહારાષ્ટ્રની ચંદરપુર સીટ પરથી અને તેમની સામે કોંગ્રેસના સુરેશ નારાયણ ધનોકર મેદાનમાં છે.  ધનોકર ગત વર્ષે શિવસેના છોડીને  કોંગ્રેસ પ્રવેશ કર્યો હતો.

અશોક ગજપતિ રાજૂ- ચંદ્ર શેખર

ટીડીપી નેતા અશોક ગજપતિ રાજૂ વિજયનગરથી અને તેમની સામે વાઇએસઆર કોંગ્રેસના ચંદ્રશેખર મેદાનમાં છે.