ગોધરા અને રતલામ વચ્ચે ત્રિવેન્દ્રમ રાજધાની એક્સપ્રેસની ટ્રક સાથે ટક્કર થઇ ગઈ હતી. થાન્દલા સ્ટેશન પાસે ફાટક નંબર 61 ના બૂમને તોડીને એક ટ્રક ઘુસી ગયો હતો. એ સમય દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલી ગાડી નંબર 12431 ત્રિવેન્દ્રમ-નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ સાથે ટકરાઈ ગયો હતો. જેથી રાજધાની એક્સપ્રેસના 2 કોચના વ્હીલ ઉતરી ગયા હોવાની જાણકારી છે.
Madhya Pradesh: Truck rammed into a manned level crossing b/w Godhra & Ratlam & hit Trivandrum Rajdhani train.2 coaches derailed. Truck also damaged, driver critically injured. No injuries reported to any passenger. The crossing was closed for road traffic at the time of incident pic.twitter.com/rOcU6GM90C
— ANI (@ANI) October 18, 2018
આ દુર્ઘટનામાં ડ્રાઈવરનું મોત થઇ ગયું હતું. કોઈ મુસાફર ઈજાગ્રસ્ત થયો હોવાની જાણકારી નથી. દુર્ઘટના સમયે રોડ ટ્રાફિક માટે ફાટક બંધ કરવામાં આવ્યું હતું. રાજધાની એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતારી ગયા હતા. પ્રભાવિત કોચના યાત્રીઓને બીજા કોચમાં મોકલી આપવામાં આવ્યા છે.
રેલવે મંત્રાલયના મીડિયા અને કોર્પોરેટ સંચાર અધિકારી રાજેશ દત્ત બાજપાઈએ જણાવ્યું કે, આ ઘટના ગુરુવારે સવારે લગભગ 6:44 વાગે થઇ હતી.
