Fenil Patel/ કેનેડામાં ખુલ્લેઆમ ફરતો ડીંગુચા કેસનો મુખ્ય સૂત્રધાર ફેનિલ પટેલ

કેનેડામાં ડીંગુચાના પટેલનો કુટુંબના મોતનો આરોપી ફેનિલ પટેલ કેનેડામાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. આ કેસમાં ગુજરાતના ગાંધીનગર જિલ્લાના ડીંગુચા ગામના 39 વર્ષના જગદીશ પટેલ, પત્ની વૈશાલી બેન, 11 વર્ષની પુત્રી વિહાંગી અને ત્રણ વર્ષના પુત્ર ધાર્મિકનું કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશતા મોત થયું હતું.

Top Stories Gujarat

Toronto News: કેનેડા (Canada)માં ડીંગુચા (Dingucha)ના પટેલનો કુટુંબના મોતનો આરોપી ફેનિલ પટેલ (Fenil Patel) કેનેડામાં (Canada) ખુલ્લેઆમ ફરી રહ્યો છે. આ કેસમાં ગુજરાતના ગાંધીનગર જિલ્લાના ડીંગુચા  (Dingucha) ગામના 39 વર્ષના જગદીશ પટેલ, પત્ની વૈશાલી બેન, 11 વર્ષની પુત્રી વિહાંગી અને ત્રણ વર્ષના પુત્ર ધાર્મિકનું કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશતા મોત થયું હતું.

આ સંદર્ભમાં ગુજરાતમાં કેસ નોંધાવવાના પગલે ફેનિલ પટેલ (Fenil Patel) કેનેડા પહોંચી અમેરિકા ભાગી ગયો હોવાના અહેવાલ હતા, પરંતુ છેલ્લા સમાચાર મુજબ ફેનિલ પટેલ કેનેડામાં રહે છે અને તેની સામે કેનેડાની પોલીસે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. તેનું સ્ટિંગ ઓપરેશન (Sting Operation) ભારતની નહીં પણ કેનેડાની સ્થાનિક ચેનલે કર્યુ છે.

કેનેડાની સ્થાનિક ચેનલના પત્રકારે ફેનિલ પટેલ (Fenil Patel) નું સ્ટિંગ કર્યુ હતુ, પરંતુ ટીવી કેમેરો સામે જ આવતા ફેનિલ ઘરની અંદર જતો રહ્યો હતો. તેણે સ્થાનિક ચેનલને કશું પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. આ દર્શાવે છે કે કેનેડા તેને ત્યાં જ થતાં ગેરકાયદેસરના ઇમિગ્રેશનને લઈને કેટલું ઉદાસીન છે. આમ કેનેડાની સ્થાનિક ચેનલે ગેરકાયદેસરના ઇમિગ્રેશન અંગે સ્થાનિક પોલીસની ઉદાસીનતાને ખુલ્લી પાડી છે. આમ દર્શાવે છે કે કાગડા બધે જ કાળા તેમ સરકારી તંત્ર બધે જ એક સરખુ હોય છે. પછી ભારત હોય કે કેનેડા હોય.

ગુજરાતમાં કબૂતરબાજીને લઈને મહેસાણા પોલીસથી લઈને અમદાવાદની પોલીસ આ કેસની પાછળ લાગેલી છે અને તેની એક પછી એક કડીઓ મળી છે. આ સમયે હવે તે જાહેર થઈ ગયું છે કે આ કેસનો મુખ્ય સૂત્રધાર કેનેડામાં ટોરોન્ટોમાં રહેતો ફેનિલ પટેલ છે તે રીતસર બેખૌફ ફરે છે. કેનેડાની પોલીસે તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી.

ગાંધીનગરમાં ડીંગુચાના એક જ કુટુંબના ચાર જણા કેનેડાથી અમેરિકાની સરહદ વટાવીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવા જતાં મૃત્યુ પામ્યા હતા. આ કેસનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચે કરતાં ફેનિલ પટેલ, રાજીન્દર પાલ અને બિટ્ટાસિંઘ સામે કેસ નોંધાયો હતો. કેસ નોંધાવવાના પગલે ફેનિલ પટેલ કેનેડા અને ત્યાંથી અમેરિકા ભાગી ગયો હોવાનું કહેવાતુ હતુ. સુરતમાં રહેતો ફેનિલ પટેલ 2007થી કેનેડામાં રહે છે.

ડીંગુચા જેવી જ ઘટનાનું પુનરાવર્તન વર્ષ પછી થયું હતું. તેમા  માણેકપુર ગામના (Manekpur Village)  ચૌધરી પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. તેમા 50 વર્ષના પ્રવીણ ચૌધરી, 45 વર્ષના દક્ષા ચૌધરી, 23 વર્ષની પુત્રી વિધિ અને 20 વર્ષના પુત્ર મિતનું મોત થયું હતું. આ કેસમાં પણ ફેનિલ પટેલ અને તેના સહયોગી યોગેશ પટેલ અને ભાવેશ પટેલના નામ ખૂલ્યા હતા. તેના પગલે તે પણ પ્રકાશમાં આવ્યું હતું કે યોગેશ પટેલ (Yogesh Patel) હજારો લોકોને ગેરકાયદેસર રીતે કેનેડા અને અમેરિકા મોકલી શક્યો છે. તે કલોલનો રહેવાસી છે. જો કે કહેવામાં આવે છે કે યોગેશ પટેલને જબરદસ્ત રાજકીય પીઠબળ હોવાથી તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવનારી નથી. કદાચ હાલમાં કાર્યવાહી ચાલતી હશે તો પણ આગામી સમયમાં તેનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે તેમ સૂત્રોનું કહેવું છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ