New Delhi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે નવી દિલ્હી (New Delhi) ખાતે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ચંદ્રચુડની હાજરીમાં જિલ્લા ન્યાયતંત્રની (Judiciary) રાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધતા કહ્યું હતું કે, કોલકાતામાં (Kolkata) ડૉક્ટરની કથિત બળાત્કાર (Rape) અને હત્યા (Murder) અને થાણેમાં કિન્ડરગાર્ટનની બે છોકરીઓ પરના જાતીય હુમલાની પૃષ્ઠભૂમિ સામે મહિલાઓ અને બાળકો સાથે થતા અત્યાચાર એ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે.

મહિલાઓ સામેના ગુનાઓ (Womens Security) સાથે સંકળાયેલા કેસોમાં ઝડપી ન્યાયની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે તે તેમને તેમની સુરક્ષાની વધુ ખાતરી આપશે. તેમણે કહ્યું હતું કે ન્યાયતંત્રને બંધારણનું રક્ષક માનવામાં આવે છે, અને સુપ્રીમ કોર્ટ અને ન્યાયતંત્રએ જવાબદારી નિભાવી છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતના લોકોએ ક્યારેય સુપ્રીમ કોર્ટ અથવા ન્યાયતંત્ર પર અવિશ્વાસ દર્શાવ્યો નથી. કટોકટી લાદવાની પ્રક્રિયાને “અંધકાર” સમયગાળા તરીકે વર્ણવતા, વડા પ્રધાને કહ્યું કે ન્યાયતંત્રે મૂળભૂત અધિકારોને જાળવી રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રીય સુરક્ષાની બાબતો પર મોદીએ કહ્યું કે, ન્યાયતંત્રએ રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને રાષ્ટ્રીય અખંડિતતાનું રક્ષણ કર્યું છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, “મહિલાઓ સામેના અત્યાચારના કેસોમાં જેટલો ઝડપી ન્યાય મળે છે, તેટલી જ વધુ વસ્તીને તેમની સલામતી વિશે ખાતરી હશે.” મહિલાઓ સામેના ગુનાઓ સાથે વ્યવહાર કરવા માટે ઘણા કડક કાયદા છે અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે ફોજદારી ન્યાય પ્રણાલી વચ્ચે વધુ સારા સંકલનની ખાતરી કરવાની જરૂર છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “ન્યાયમાં વિલંબિતાને દૂર કરવા છેલ્લા દાયકામાં ઘણા સ્તરે કામ કરવામાં આવ્યું છે. તેમની છેલ્લી 2 ટર્મમાં ન્યાયિક માળખાના વિકાસ માટે અંદાજે 8 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે. 75 ટકા માત્ર છેલ્લાં 10 વર્ષમાં જ ખર્ચવામાં આવી છે. તેમણે ન્યાયિક કલ્યાણ પર ભાર મૂક્યો હતો.
તેમણે તેમના ભાષણમાં સિટિઝન ફર્સ્ટ, ડિગ્નિટી ફર્સ્ટ અને જસ્ટિસ ફર્સ્ટ’ને પ્રાથમિકતા આપી હતી. વધુમાં તેમણે દેશના નાગરિકોને વિશ્વાસમાં લેતા કહ્યું કે આગામી બે દિવસમાં પડતર કેસોનું સંચાલન, માનવ સંસાધન અને કાયદાકીય સમુદાયની સુધારણા સહિતના ઘણા મહત્ત્વનાં વિષયો પર ચર્ચા કરાશે.
આ પણ વાંચો: કોલકાતા મહિલા ડોક્ટર મામલે મમતા સરકાર પર વિપક્ષના પ્રહાર, પુરાવા નાશ કરવાનો આરોપ
આ પણ વાંચો: કોલકાતા રેપ-મર્ડર કેસમાં મુખ્ય આરોપી સંજય રોયની કબૂલાત, પોલીગ્રાફ ટેસ્ટમાં થયો પર્દાફાશ
આ પણ વાંચો: ‘બસ! બહું થયું, હું ભયભીત થઈ છું’ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોલકાતામાં મહિલા ડૉક્ટર પર આપ્યું મોટું નિવેદન
