જાણીતા પત્રકાર અને કટાર લેખક કાંતિ ભટ્ટનું મુંબઈમાં 88 વર્ષે નિધન થયું છે.કાંતિ ભટ્ટ અલ્સર અને બીજી નાની બીમારીઓથી પીડાતા હતા.જો કે જીવનના આખરી પડાવ સુધી તેઓ લખતા રહ્યા હતા અને હજુ વર્ષ પહેલાં જ તેમણે લખવાનું છોડી દીધું હતું.
કાંતિ ભટ્ટના પત્ની શીલા ભટ્ટ જાણીતા પત્રકાર છે.કાંતિભાઈ ‘ચિત્રલેખા’ મેગેઝિન સાથે વર્ષો સુધી સંકળાયેલા રહ્યા હતા.તેઓ જાણીતા ‘અભિયાન’ સપ્તાહિકના પણ ફાઉન્ડર એડિટર હતા.
કાંતિ ભટ્ટે ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર જેવા જાણીતા અખબારોમાં વર્ષો સુધી કોલમ લખી હતી .કાંતિ ભટ્ટનો જન્મ 15 જુલાઈ, 1931ના રોજ ભાવનગર જિલ્લાના સાંચરા ગામમાં થયો હતો.
મહુવામાં શાળાજીવન દરમિયાન તેઓ ‘ઝાંઝર’ સામયિકના સંપાદક હતા. 1952માં તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્યના સ્નાતકની પદવી મેળવી હતી. ભાવનગર નગરપાલિકામાં એમણે થોડો સમય કામ કર્યું. બિમારીને કારણે તેઓ મહારાષ્ટ્રના ઉરુલી કાંચનના નિસર્ગોપચાર કેન્દ્રમાં જોડાયા થયા.
1966માં મુંબઈમાં તેમણે પત્રકાર તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો હતો. 1967માં તેઓ જન્મભૂમિ ગ્રુપના ‘વ્યાપાર’ના સહ-સંપાદક હતા. ત્યારબાદ તેમણે ચિત્રલેખા, મુંબઈ સમાચાર, જનશક્તિ, સંદેશ, યુવા દર્શન, જનસત્તા જેવા વિવિધ સામયિકો પ્રકાશનો સાથે કામ કર્યું હતું. 1977માં તેમણે કેન્યામાં પણ થોડો સમય કામ કર્યું. તેઓ સંશોધન પત્રકારત્વ માટે જાણીતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
